તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતી પર જોખમ:વંકાલ વાણિયાતળાવથી ઘેકટી સુધીની નહેરને પુન: જીવિત કરો

ચીખલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અગાઉના વર્ષોમાં ઘેકટી સુધી સિંચાઇ માટે નહેરનું અસ્તિત્વ હતું, હવે નામશેષ થઈ ગઈ છે

વંકાલ વાણિયાતળાવથી અટકેલી નહેરને ઘેકટી સુધી પુન:જીવિત કરવાની માંગ ઉઠી છે. અગાઉના વર્ષોમાં ઘેકટી સુધી નહેરનું અસ્તિત્વ હતું, હવે નામશેષ થઈ જવા પામી છે. ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી માઇનોર કેનાલ હાલે વંકાલના વાણિયાતળાવ સુધી અસ્તિત્વ ધરાવે છે.

આ માઇનોર કેનાલ અગાઉના વર્ષોમાં તાલુકાના છેવાડાના અને વંકાલને અડીને આવેલા ઘેકટી ગામ સુધી જીવંત હતી અને ઘેકટીના પહાડ ફળિયા વિસ્તારમાં આવેલ પીર તળાવ સુધી આ માઇનોર કેનાલનું પાણી જતું હતું પરંતુ કોઈક કારણોસર સમય જતાં વંકાલ વાણિયા તળાવથી ઘેકટી સુધીની લંબાઈમાં નહેરનું અસ્તિત્વ જ મટી ગયું છે અને સિંચાઈ વિભાગના રેકોર્ડ પર કદાચ આ નહેર હશે પરંતુ સ્થળ પર નામશેષ થઈ ગઈ છે.

તાલુકાના પશ્ચિમ વિસ્તારના છેવાડાના ઘેકટી ગામમાં સારી એવી ખેતી અને પશુપાલનનો વ્યવસાય વિકસિત થયેલો છે અને સ્થાનિક ખેડૂતો મોટાપાયે ખેતી કરી રહ્યા છે. ઘેકટી ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તો મોટો લાભ થાય તેમ છે. ઉપરાંત પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે વિકટ સ્થિતિમાં આ કેનાલ દ્વારા ઘેકતી ગામના પીર તળાવમાં પણ પાણી ઠાલવી શકાય તેમ છે.

ગામના તળાવમાં અને ખેતરોમાં પાણી ફરવાથી બોર-કૂવામાં પાણીના કેનાલ પુન:જીવિત થાય તો ગામ લોકોને મોટો ફાયદો થાય તેમ છે ત્યારે આ કેનાલને પુન:જીવિત કરી ઘેકટી સુધી પાણી પહોંચાડવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ રસ દાખવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે
અગાઉના વર્ષોમાં ઘેકટી સુધી નહેર હતી અને પીર તળાવ સુધી પાણી આવતું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી નહેરનું અસ્તિત્વ ન રહેતા ગામના લોકોનો મુશ્કેલી પડી રહી છે. આ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે. > મુકેશભાઈ પટેલ, સરપંચ, ઘેકટી

ગામમાં સિંચાઈ-પીવાના પાણીના પ્રશ્નમાં રાહત થાય
વંકાલના વાણિયા તળાવ સુધી હાલ નહેરનું પાણી આવે છે, જે પાણી અમારા ઘેકટી ગામ સુધી આવે તો ગામમાં સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નમાં મોટી રાહત થાય તેમ છે. > પ્રગ્નેશ પટેલ, ઉપસરપંચ, ઘેકટી

​​​​​​​મરામતનું કામ આયોજનમાં લઈ દરખાસ્ત કરાશે
વંકાલથી આગળ ઘેકટી સુધી નહેરની મરામત માટેનું કામ આયોજનમાં લઈ દરખાસ્ત કરવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ કામ શરૂ કરી શકાશે. > જીગ્નેશ પટેલ, નાકાઈ, અંબિકા સબ ડિવિઝન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો