નિર્ણય:ટ્રક ઓનર્સ એસો.નો રિર્ટન ખાલી ટ્રકોમાં ખનીજ ભરવા મુદ્દે લડત ચાલુ રાખવા નિર્ધાર

ચીખલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ ફરી કેટલીક ક્વોરીમાંથી આ પરત ટ્રકોમાં ખનીજ ભરવાનું શરૂ કરાતા વિવાદ સર્જાયો

ચીખલીમાં દક્ષિણ ગુજરાત ગણદેવી-ચીખલી ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશનની યોજાયેલ બેઠકમાં રિટર્ન ખાલી જતી ટ્રકોમાં ખનીજ ભરવાના મુદ્દે વિરોધ કરી મક્કમપણે લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં ટ્રક એસોસિએશન દ્વારા ટ્રકોના પૈડા થંભાવી હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવે તો નવાઈ નહીં. ગતવર્ષ રિટર્ન ખાલી ટ્રક ભરવાના મામલે સર્જાતા તત્કાલિન પ્રાંત અધિકારીની મધ્યસ્થી બાદ સુખદ અંત આવ્યો હતો પરંતુ હાલ ફરી આ રિટર્ન ગાડીઓ કેટલાક દ્વારા ભરવાનું શરૂ કરાતા વિવાદ સર્જાયો છે.

સુરત વિસ્તારમાંથી સીમેન્ટ અને કોલસી ભરીને નવસારી, વલસાડ, વાપી, દમણ, સેલવાસ વિસ્તારમાં આવતી ટ્રકો પરત જતી વખતે ચીખલી વિસ્તારની ક્વોરીમાંથી ખનીજ ભરી જતા સ્થાનિક ટ્રક માલિકોના ધંધા પર તેની અસર થતા ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા તેની સામે ઉગ્ર વિરોધ કરી ગતવર્ષે હડતાળનું શસ્ત્ર ઉગામી ટ્રકોના પૈડા થંભાવી દેતા તત્કાલિન પ્રાંત અધિકારી અને ડીવાયએસપીની ટ્રક એસોસિએશન વચ્ચે મધ્યસ્થી બાદ આવી પરત જતી ટ્રકોમાં ખનીજ ભરવાનું નક્કી કરી હડતાળનો સુખદ અંત લાવવામાં આવ્યો હતો.

આ દરમિયાન હાલ ફરી કેટલીક ક્વોરીમાંથી આ પરત ટ્રકોમાં ખનીજ ભરવાનું શરૂ કરાતા વિવાદ સર્જાયો છે અને શુક્રવારના રોજ ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ પરેશ દેસાઈ સહિતની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પરત જતી ટ્રકોમાં ખનીજ ભરવા સામે રોષ ઠાલવી વિરોધ વ્યક્ત કરી લડત ચલાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરી આગામી રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. ટ્રક એસોસિએશનની બેઠકમાં ટ્રક માલિકોનો ઉગ્ર મિજાજ જોતા આગામી દિવસોમાં હજ્જારો ટ્રકોના થંભાવી દઈ હડતાળનું શસ્ત્ર ફરીવાર ઉગામવામાં આવે તો નવાઈ નહીં.

ખાતરી અપાયા બાદ તેનુ પાલન ન થતા આખરે એસો.એ વિરોધ નોંધાવ્યો
ગતવર્ષે તત્કાલિન પ્રાંત અધિકારીની મધ્યસ્થી બાદ ક્વોરી એસોસિએશન દ્વારા રિટર્ન ટ્રકોમાં ખનીજ નહીં ભરવાની ખાતરી અપાઈ હતી પરંતુ કેટલાક તેને ઘોળી ને પી જઈ ફરી રિટર્ન ટ્રકો ભરવાનું શરૂ કરાતા સ્થાનિક ટ્રક માલિકોના ધંધા પર અસર થતા વિરોધ કરવામાં આવ્યો છે. - પરેશભાઈ દેસાઇ, ઉપપ્રમુખ, ટ્રક ઓનર્સ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...