તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ચીખલીના મોગરાવાડી ગામમાં બિસ્માર રસ્તાની મરામત કરો, TDOને આવેદન

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય રસ્તાથી આશરે 1.5 કિમીનો રસ્તો મિસ્ત્રી ફળિયા મોગરાવાડીને જોડે છે
  • અવારનવાર રજૂઆત કરવા છતાં ધ્યાન ન અપાતા ના છૂટકે સ્થાનિકોએ તંત્રને લેખિત જાણ કરી

ચીખલી તાલુકાના મોગરાવાડીના મિસ્ત્રી ફળિયાનો બિસમાર રસ્તા અંગે ગામના રહીશો દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે ટીડીઓને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક મરામત કરવાની માંગ કરાઈ હતી.મોગરાવાડી મિસ્ત્રી ફળિયા વિસ્તારના રહીશો દ્વારા તાલુકા કોંગ્રેસના પ્રમુખ શૌલેશભાઈ પટેલ, અગ્રણી મગનભાઈ આમધરા, આઈ.સી.પટેલ સહિતનાઓ સાથે ટીડીઓ હિરેન ચૌહાણની રૂબરૂ મુલાકાત લઈ આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે મોગરાવાડી મુખ્ય રસ્તાથી આશરે 1.5 કિ.મીનો રસ્તો મિસ્ત્રી ફળિયા મોગરાવાડીને જોડે છે, જે રસ્તો હાલમાં એટલો ખરાબ છે કે કોઈ બિમાર પડે તો ઝોળીમાં લાવવું પડે તેમ છે.

છેલ્લા ચાર વર્ષથી સરપંચને રજૂઆત કરવા છતા માત્રને માત્ર આ ફળિયાનો રસ્તો બનાવવામાં આવતો નથી. જેથી કંટાળી જઈ નાછૂટકે તાલુકામાં રજૂઆત કરવાની ફરજ પડી છે. મોગરાવાડીમાં મિસ્ત્રી ફળિયાનો માર્ગ લાંબા સમયથી બિસ્માર હોવા છતાં અને વારંવારની રજૂઆત બાદ પણ મરામત નહીં કરાતા લોકોમાં રોષ ફેલાયો છે. અવારનવાર રજૂઆત કરવા છતાં કોઇ કામગીરી ન કરાતા આખરે સ્થાનિકોએ ટીડીઓને રજૂઆત કરવી પડી હતી.

પાયાની સુવિધામાં ભેદભાવ રાખવો ન જોઇએ
મોગરાવાડીના મિસ્ત્રી ફળિયાનો માર્ગ અત્યંત બિસ્માર છે અને રજૂઆત બાદ પણ મરામત નહીં કરાતા ખરેખર માર્ગ જેવી પાયાની સુવિધા માટે ભેદભાવ રાખવો ન જોઈએ. આ અંગે ધારાસભ્ય અનંત પટેલનું પણ ધ્યાન દોરી ગુરૂવારે ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ઝડપભેર તે કામગીરી કરવા અનુરોધ કરાયો છે. - શૈલેશભાઈ પટેલ, પ્રમુખ, તાલુકા કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...