જીર્ણોદ્ધાર:ધોળીકૂવામાં રામેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભગવાન શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ

ચીખલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિવ પરિવારની નગર યાત્રામાં અનેક િશવ ભક્તો જોડાતા ભક્તિભાવભર્યો માહોલ સર્જાયો

ચીખલી તાલુકાના ધોળીકૂઈમાં આવેલું અતિપૌરાણીક શિવ મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ 1978મા કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન િશવના પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અતિ પૌરાણિક એવા આ િશવ મંદિરની આજુબાજુના વિસ્તારોમાં એ સમયે કોઈ બીજુ મંદિર ન હતું, જેના કારણે શિવજીની પૂજા અર્ચના માટે પેપર મિલ કુટુંબ અને સ્થાનિક આગેવાનો દ્વારા નિર્મિત કરવામાં આવ્યું હતું.

ઘણાં વર્ષો વિતી ગયા બાદ મંદિરનો જીર્ણોદ્ધાર કરી મંગળવારે શિવ પરિવારની સ્થાપના કરી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેની સાથે સાથે સાંઈબાબા અને જલારામબાપાની પણ સ્થાપના કરાઈ હતી. ધોળીકૂવામાં શિવ પરિવારની નગરયાત્રા નીકળી હતી. આ નગરયાત્રામાં અનેક શિવભક્તો જોડાયા હતા અને આનંદોલ્લાસથી નગર યાત્રા કાઢવામાં આવી હતી. નગરયાત્રા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રામેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ સુનિલસિંહ પરમારે રામેશ્વર મહાદેવ મંદિરના અનેક પરચા વિશે જણાવ્યું હતું.

આ તબક્કે મંદિરના જીર્ણોદ્ધાર માટે જહેમત ઉઠાવી હતી અને આ તબક્કે મંદિર માટે ઉપયોગી બનેલાં સ્વ. વિજયસિંહ પરમારને પણ યાદ કર્યાં હતા. આ પ્રસંગે ગ્રામવાસીઓ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રસંગને દિપાવવા અમૂલ્ય યોગદાનનો ફાળો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...