તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચીખલી તાલુકાના ફડવેલ તેમજ આજુબાજુની સહકારી મંડળીઓમાં છેલ્લા ત્રણેક વર્ષથી ખાતરનું વેચાણ બંધ થઈ જતા ખેડૂતોએ ખાનગી એગ્રો સેન્ટર પરથી વધારે ભાવ ચૂકવી ખાતરની ખરીદી કરવાની નોબત વર્તાતી હતી. જેના લીધે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. ખેડૂતોએ આ અંગે કાવેરી સુગરના ચેરમેન આનંદભાઈ દેસાઈને રજૂઆત કરતા તેમના તથા ગુજકોમાસોલના ડિરેકટર નવનીતભાઈ પટેલના સહિયારા પ્રયત્નથી સિયાદા ગામે ડેપોની મંજૂરી મળી હતી. ગુજકોમાસોલના અધિકારી સ્વ.અશ્વિનભાઈ પરમાર તથા મનિષભાઈ પટેલ દ્વારા મકાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સિયાદા ગામે શુક્રવારે ડિરેકટર નવનીતભાઈ પટેલના હસ્તે કાવેરી સુગરના ચેરમેન આનંદભાઈ દેસાઈ, સિયાદાના પાટીદાર અગ્રણી હર્ષદભાઈ પટેલ, મનિષભાઈ પટેલ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં ખાતર ડેપોને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સિયાદામાં ખાતર ડેપો શરૂ થવાથી સિયાદા, ફડવેલ, ખુડવેલ, કલીયારી, કણભઇ, સતાડીયા સહિતના ગામોના ખેડૂતોને મોટી રાહત થશે. આ પ્રસંગે ખાતર ડેપો શરૂ કરવામાં અથાગ પ્રયત્ન કરનાર ગુજકોમાસોલના લાયઝન અધિકારી કુકેરીના અશ્વિનભાઈ પરમારનું તાજેતરમાં જ નિધન થતા મહાનુભાવો દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.