તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:મલવાડા-મજીગામ હાઇવેના અંડરપાસને ખુલ્લો મુકાતા રાહત

ચીખલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ હાઇવે પરના મલવાડા-મજીગામ ફાટક પાસે અવાર નવાર અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકોને શારીરિક-આર્થિક નુકશાની વેઠવા પડી છે. અહીં વર્ષોની અંડરપાસ માટેની લડત અને સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. અમીતાબેન પટેલ, મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ સહિતનાને અવારનવારની રજૂઆત બાદ લાખોના ખર્ચે અહીં અંડરપાસનું હાઇવે ઓર્થોરિટી દ્વારા નિર્માણ કરાયું છે.

મંગળવારે મલવાડાના ડેપ્યુટી સરપંચ અને ભાજપના યુવા મોર્ચાના પ્રભારી પરવત પટેલ વગેરેની ઉપસ્થિતિમાં ભૂદેવના મંત્રોચ્ચાર સાથે શ્રીફળ વધેરી આ અંડરપાસને ખુલ્લો મુકવામાં આવતા અંડરપાસ વાહન વ્યવહારથી ધમધમતો થઈ ગયો હતો. અંડરપાસનું કામ પૂર્ણ થતાં અને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવતા સ્થાનિકોની વર્ષો જૂની માંગ સંતોષાવા સાથે રાહત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...