રક્તતિથી:રક્તદાન યજ્ઞમાં રેડક્રોસનું મોટું પ્રદાન છે : નરેન્દ્ર વશી

ચીખલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વસુધારા ડેરીના શિલ્પી નરેન્દ્ર વશીની 75મી જન્મતિથિએ રક્તદાન શિબિર યોજાઇ

ચીખલીમાં આવેલ વસુધારા ડેરીના શિલ્પી નરેન્દ્ર વશીની જન્મ તિથિએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિર પ્રસંગે વસુધારા ડેરીના જનરેલ મેનેજર નરેન્દ્ર વશીએ જણાવ્યું કે રક્તદાનથી જીવન બચાવવું એ જીવનનું મોટું સક્તાર્ય છે. રક્તદાન તમારુ સ્વીકારાયું એ તમારી તંદુરસ્તીનું પ્રમાણપત્ર છે. રક્તદાનથી રક્તદાતાને નુકશાન થયાનું મે સાંભળ્યું નથી.

રેડક્રોસ સંસ્થાના સમગ્ર નવસારી ડાંગ િજલ્લાના રક્તદાન પ્રવૃત્તિ માટે 47 વર્ષના પુરુષાર્થને વધાવવો રહ્યો. સમગ્ર િજલ્લાનાં છેવાડાના દર્દીને રક્ત મળી રહે તે માટે વાંસદા ચીખલી ગણદેવીમાં બ્લડસ્ટોરેજ સેન્ટરોની સુવિધા ઉભી કરી આ કાર્ય સહેલંુ નથી વસુધારા ડેરી રેડક્રોસ નવસારી સુખ-દુઃખના પ્રસંગે પડખે ઉભી રહી છે. સ્વ.ડો.મધુબેન નાયક પ્રા.જશુભાઈ નાયક અને અન્ય ડોક્ટરશ્રીઓના પ્રદાનનો હું સાક્ષી છું. તેમ નરેન્દ્ર વશીએ પોતાની 75 વર્ષગાંઠ પ્રસંગે વસુધારા ડેરી આલીપોરમાં રેડક્રોસ નવસારીના ઉપક્રમે યોજાયેલા રક્તદાન શિબિરમાં રેડક્રોસની સિધ્ધીને વખાણતા જણાવ્યા હતાં.

નરેન્દ્ર વશીના જન્મતિથિને રેડક્રોસ નવસારી વતી શુભેચ્છા પાઠવતાં રેડક્રોસ સંસ્થાના સહમંત્રી પ્રા.જશુભાઈ નાયકે જણાવ્યું હતું કે વ્યકિતના જીવન માટે દુધ અને લોહીના પાઉચ બંને મહત્વના છે વસુધારા ડેરીના પૂર્વ અને આજના સુકાનીઓ રેડક્રોસની સેવાની ભાવનાને સમજી શક્યા છે. િજલ્લાના 70 થી વધુ થેલેસેમીયા ગ્રસ્ત બાળકો 48 થી વધુ િસકલસેલના દર્દીઓ અને સિવિલ હોસ્પિટલ નવસારીમાં દાખલ થયેલા ગરીબ દર્દીઓને વહીવટીખર્ચ વિના રક્ત પુરુ પાડવાની મોટી જવાબદારી નીભાવી રહી છે. આ રક્તદાન શિબિરના સંયોજક સુરેશ દેસાઇએ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રેડક્રોસ નવસારીએ મેળવેલ NABH નું પ્રમાણપત્ર એ શ્રેષ્ઠતાનું શિખર છે.

ડેરીના પ્લાન્ટનો શુભારંભ તા.4 નવેમ્બર 1981 થી થયો પ્રતિ વર્ષ આ દિવસે રક્તદાન શિબિર યોજવાની ખાત્રી આપી હતી. િડરેક્ટર રાજેશ પટેલ દુવાડા, જનરલ મેનેજર વિજયભાઈ કાપડિયાએ પણ ભાવવિભોર થઇ ઉમેર્યું હતું કે નરેન્દ્રભાઈની જન્મતિથિએ રક્તદાન શિબિર સાથે સાંકડી માનવતાની મહેક પ્રસરાવી છે. નરેન્દ્રભાઈ િનરામય રહો. એ વસુધારા પરિવારનો સંદેશ છે. ડેરીના ચેરમેન ગમનભાઈ પટેલે પણ શુભેચ્છા પાઠવી હતી. આ રક્તદાન શિબિરમાં 77 યુવાનોએ રક્તદાન કરી ડેરીના નરેન્દ્રભાઇ વશી પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...