માનવતા મહેક:રસ્તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે માલિકને પરત કર્યું, ચીખલી પંથકના ટ્રક ચાલકે માનવતા મહેકાવી

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રક ચાલક સાથે પર્સના માલિક. - Divya Bhaskar
ટ્રક ચાલક સાથે પર્સના માલિક.

ચીખલીમાં વાય.એન.ધાનાણી રોડ બિલ્ડર્સનો ટ્રક ચાલક સંજયસિંહ બળવંતસિંહ પરમાર (મૂળ રહે.કુકેરી તા.ચીખલી) રવિવારના રોજ સવારના સમયે ટ્રક લઈને ધોલાઈ બંદર તરફ જઇ રહ્યા હતા. તે સમય દરમ્યાન ચીખલી-બીલીમોરા માર્ગ ઉપર મજીગામની સીમમાં ટ્રકમાં પંકચર થતા ઉભી રાખી હતી.

તે સમયે રસ્તાની બાજુમાંથી એક પર્સ તેમને નજરે પડતા તેમાં વિવિધ બેંકના ત્રણેક જેટલા એટીએમ કાર્ડ, રોકડ રકમ અને અન્ય ડોક્યુમેન્ટ હતા. આ પર્સમાં એક મીડિયા કર્મીનો વિઝીટિંગ કાર્ડ અને ફોટો મળી આવતા તેના આધારે આ ટ્રક ચાલક સંજયસિંહ પરમારે આ પર્સના માલિકનો સમરોલીના જીગર પટેલ ઉર્ફે કોકોનો સંપર્ક કરી સહી સલામત પર્સ પરત કરી આ ટ્રક ચાલકે માનવતા મહેકાવી હતી.

કોકો પટેલ પણ પર્સ ખોવાઈ જતા એક સમયે ચિંતાગ્રસ્ત થઈ એટીએમ કાર્ડ બ્લોક કરાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે પર્સમાં નજીકના વ્યક્તિનો વિઝીટિંગ કાર્ડ અને પિતા શંકરભાઇ ગેરેજવાલા અને માતા સવિતાબેનનો સયુંકત તસ્વીર રાખી હતી. માતા પિતા પ્રત્યેનો લગાવ ફળ્યો હતો.

આમ તો આજના યુવાનો ખાસ કરીને મા-બાપની તસ્વીર પર્સમાં ભાગ્યે જ રાખતા હોય છે. કોકોને માતા-પિતાની તસ્વીરથી અને ટ્રક ચાલકની માનવતાને પગલે પર્સ સહી સલામત પરત મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કળિયુગમાં પણ આવા સાચા માણસો મળી આવે ત્યારે સહજ કહેવાનું મન થાય કે માનવતા મરી પરવાની નથી.

અન્ય સમાચારો પણ છે...