ચીખલીમાં પોલીસે પતંગના સ્ટોલો પર છાપા મારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રિલ અને માંજાના કાચ કરોટી વેચનાર 8 ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે માનવજાત અને પશુ પક્ષીઓને ઈજા અને જાનહાનિ પણ થતી હોય છે. જેને પગલે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે.
આ અંગે રાજ્યની વડી અદાલતે પણ સરકારની ઝાટકણી કરતા હરકતમાં આવેલ પોલીસે ચીખલી તથા આસપાસના વિસ્તારમાં દોરી પતંગના સ્ટોલ પર છાપા મારી ચીખલી એસટી ડેપો સામે સુનિલ આયરે (રહે. સાંઈકૃપા રેસિડેન્સી, તા.ચીખલી), આર.કે.ક્રેકસ નામની દુકાનના દિવ્યેશ પટેલ (રહે. સાદકપો), કીર્તિ પતંગ માજા નામની દુકાનના હેમંત પટેલ (રહે. ખૂંધ), આ ઉપરાંત જુના વલસાડ રોડ કોળી સમાજની વાડી પાસે ચીખલી પાસેથી મહેશ રાઠોડ, જ્યારે રાનકુવા સર્કલ પાસે મેહુલ રાઠોડ તથા બગલાદેવ મંદિર થાલા પાસે તેજસ પટેલ (રહે. પીપલગભણ) તથા દિપક હળપતિ (રહે.ખૂંધ) પાસેથી કાચ-કરોટીની મિક્સ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત એસઓજીએ ઘેકટી ગામના નિશાળ ફળિયામાં જાહેર માર્ગ પર પ્રતિબંધિત ચાઈનીઝ રીલનો જથ્થો રાખનાર જવલ પટેલ (રહે. ઘેકટી)ને ઝડપી પાડી પલસાણા કોઈલી ખાડી ઓવરબ્રિજ નીચેથી ચાઈનીઝ માજાની રિલ વેચાણથી આપનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.