મુશ્કેલી:આદિમ જૂથ અનુ. જનજાતિના પ્રમાણપત્રોની નીતિથી મુશ્કેલી

ચીખલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નીતિ સરળ બનાવવા રજૂઆત કરાઇ

આદિમ જૂથ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો મેળવવા બાબતે સરળ નીતિ બનાવવા રજૂઆત કરાઇ હતી.હાલમાં અનુસૂચિ જનજાતિ (આદિમ જૂથ)ના પ્રમાણપત્રો મેળવવા માટેના જે નીતિનિયમો છે જેમાં પરદાદા સુધીનું અરજદારનું પેઢીનામુ બનાવવાની જે નીતિ છે.

જેને આદિવાસી વિસ્તારવાળા ગામો ખાસ કરીને આદિમજૂથ જાતિના લોકો કે જેમના પિતા, દાદા, પરદાદા અભણ-અજ્ઞાન હોય અને જેમની પાસે જમીન નથી મોટાભાગે જમીન વિહોણા હોય અને તેમના દાદા પરદાદાઓના મરણની નોંધણી થઈ નહીં હોવાથી એમની પાસે મરણના દાખલા જેવા પુરાવા નહીં હોવાથી જાતિના પ્રમાણપત્રો મેળવી શકાય એમ નથી. હાલમાં માંડ માંડ આવી જાતિના લોકોમાં શિક્ષણ પ્રત્યે થોડી જાગૃતતા ભણતાં વિદ્યાર્થીઓ માટે કે સરકારી યોજનાનો લાભ લેવા જાતિના પ્રમાણપત્રોના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અને અન્ય સરકારી યોજના મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

જાતિના પ્રમાણપત્રોના નીતિ નિયમોમાં ફેરફાર કરવા ચીખલી માણેકપોર ગામના બીજેપીના પ્રમુખ સુરેશભાઈ તેમજ ગામના સરપંચ સાથે કાર્યકર્તાઓએ ચીખલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...