મતદાન:ચીખલી તાલુકાની 62 ગ્રા.પં.ની ચૂંટણીમાં આજે 220 મતદાન મથક પર મતદાન

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 61 સરપંચ અને 1039 વોર્ડ સભ્યોનું 1.84 લાખ મતદારો ભાવિ નક્કી કરશે

ચીખલી તાલુકાની 62 ગ્રામ પંચાયતની આજે રવિવારે યોજાનાર ચૂંટણીનું જરૂરી સાહિત્ય-મતપેટી ના વિતરણ બાદ કરવામાં આવ્યું હતું. 62 જેટલી ગ્રામપંચાયતના 61 સરપંચ અને 1039 વોર્ડ સભ્યોનું 1.84 લાખ મતદારો ભાવિ નક્કી કરશે.

તાલુકાના 62 ગ્રામ પંચાયતના 220 મતદાન મથક ઉપર ચૂંટણી અધિકારી, મદદ ચૂંટણી અધિકારી, પોલીસ સહિતનાને 25 જેટલા રૂટ ઉપર જવા માટે એસ.ટી બસ અને ખાનગી શાળાની સ્કૂલ બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મામલતદાર કચેરીના ચૂંટણી અધિકારી અને સ્ટાફની અણઘડ વહીવટને પગલે કોલેજ બહાર ભારે અવ્યવસ્થા થતા ચૂંટણી ફરજ માટે જતા સ્ટાફ અને પોલીસને અગવડતાનો સામનો કરવાની ફરજ પડી હતી.

જાણકારીના અભાવે મુસાફરો તેમજ સ્ટાફ ડેપોમાં બસ પકડવા પડાપડી અને દોડાદોડી કરી મૂકી હતી. ભારે ભીડના પગલે રવિવારે યોજાનાર ચૂંટણીના બેલેટ પેપર કે જરૂરી ચૂંટણી સાહિત્ય ક્યાંક આધુ પાછું થાય તો ચૂંટણી પ્રક્રિયા પણ ખોરંભે પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ચીખલી તાલુકાની 63 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ હતી, જે પૈકી હોન્ડ ગ્રામ પંચાયત સમરસ થઈ હતી. મલવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ટ્વીકલકુમારી અને 8 વોર્ડમાંથી 7 વોર્ડ બિનહરીફ બન્યા છે.

ચૂંટણી માટે 220 મતદાન મથક ઉપર સવારે 7થી 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાન માટે જરૂરી ચૂંટણી સાહિત્ય, બેલેટ પેપર, મતપેટી સાહિત્યનું શનિવારે ચીખલી કોલેજથી વિતરણ કરાયું હતું. 220 મતદાન મથકોનું જરૂરી સાહિત્યનું વિતરણ તો સારી રીતે પાર પડ્યું હતી.

ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, પોલિંગ સ્ટાફ, પોલીસને તમામ સામાગ્રી લઈ ચીખલી કોલેજ કેમ્પસની બહાર વાંસદા-ચીખલી મુખ્ય માર્ગ પર ચૂંટણીનું જરૂરી સાહિત્ય સાથે ચૂંટણી અધિકારી સહિતનો સ્ટાફના ટોળે ટોળા મુખ્ય રોડ પર જોવા મળ્યા હતા.તાલુકાના 220 મતદાન મથક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પાર પડે તે માટે 220 ચૂંટણી અધિકારી, 220 મદદનીશ ચૂંટણી અધિકારી, 880 પોલિંગ સ્ટાફ અને 386 પોલીસ સ્ટાફને એસટી બસના કુલ 18 જેટલા રૂટ પર રવાના કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...