કાર્યવાહી:ચીખલીમાં મંત્રીને સંયુક્ત કર્મચારી સંગઠન રજૂઆત કરે તે પહેલા જ પોલીસે રેલી વિખેરી

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચીખલીમાં વિવિધ પ્રશ્નો અંગે કર્મચારી સંગઠને રેલી કાઢી હતી. - Divya Bhaskar
ચીખલીમાં વિવિધ પ્રશ્નો અંગે કર્મચારી સંગઠને રેલી કાઢી હતી.
  • જુની પેન્શન યોજના અને પડતર પ્રશ્નોની રજુઆત કરવા પરવાનગી વિના રેલી કાઢતા કાર્યવાહી

ચીખલીમાં સયુંકત કર્મચારી સંગઠન દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા સહિતના પડતર પ્રશ્નો અંગે કેબિનેટ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જોકે પરમિશન નહીં હોવા છતાં કર્મચારીઓ દ્વારા આર્યા મેદાનથી રેલી યોજતા પોલીસે દરમિયાનગીરી કરી રેલી વિખેરી નાંખી હતી.

સમરોલીના આર્યા મેદાનમાં આજે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીના દિવસે સયુંકત કર્મચારી મોરચાના કન્વિનર કેતનભાઈ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિતેશભાઈ, મહામંત્રી નીતિનભાઈ, ઉપપ્રમુખ યોગેનસિંહ પરમાર, ધિરાણ મંડળીના પ્રમુખ ચેતનભાઈ, નવસારી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રમોદભાઈ, ઉચ્ચત્તર માધ્યમિકના કિરીટભાઈ, આચાર્ય સંઘના કારોબારી સભ્ય કેતનભાઈ, તલાટી મંડળના પ્રમુખ નિલેશભાઈ, ઉપપ્રમુખ કલ્પેશભાઈ, મહામંત્રી હસમુખભાઈ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારી મંડળના હોદ્દેદારોની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડ્યા હતા.

ડો.બાબાસાહેબ આંબેડકરની તસવીરને પુષ્પ અર્પણ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલને આવેદનપત્ર પાઠવી જૂની પેન્શન યોજના પુન: ચાલુ કરવી, ફિક્સ પગારનો કેસ સુપ્રિમ કોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા કરાર આધારિત ભરતી, મૂળ અસરથી બંધ કરવી, સરકાર દ્વારા સૈદ્ધાંતિક રીતે સ્વીકારેલ કેન્દ્રીય પગાર પંચની ભલામણો અનુસાર 7મા પગાર પંચના તમામ બાકી ભથ્થાઓ તુરંત જ આપવા, મૂળ નિમણૂક તારીખથી તમામ હેતુ માટે સળંગ નોકરી ગણાવી તમામ કર્મચારીઓને ઉચ્ચત્તર પગારધોરણ 10,20 અને 30 વર્ષ આપવું સહિતની માંગણી કરવામાં આવી હતી.

સયુંકત કર્મચારી મોરચાની રેલીની મંજૂરી આપવામાં આવી ન હતી, તેમ છતાં આર્યા મેદાનથી હાઇવે ચાર રસ્તા તરફ રેલી યોજવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પીએસઆઇ-એસ.જે.કડીવાલાની દરમિયાનગીરી બાદ રેલી વિખેરી નંખાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...