કાર્યવાહી:સાઇબર ક્રાઇમનો ભોગ બનેલા નિવૃત્ત કારકુનની પોલીસ ફરિયાદ

ચીખલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.1.50 લાખ જેટલી માતબર ઓનલાઇન ઉસેટી લીધી હતી

\ચીખલીના જૂના વલસાડ રોડ પર આવેલા કૃષ્ણ કો.ઓ. હાઉસિંગ સોસાયટીમાં રહેતા પ્રતાપસિંહ બળવંતસિંહ જાડેજા ભાવનગર જિલ્લા પંચાયતમાં કારકુનની નોકરીમાંથી નિવૃત થયા હતા.તેમણે જૂન-21 દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા મારફત અસ્બા દ્વારા રૂ. 14,079 રોકાણ માટે ઓનલાઈન અરજી કરતા તત્વ ચિંતન ફાર્મા કંપની દ્વારા જાહેર થયેલા શેરની ફાળવણી થઇ ન હતી.જેથી રૂ. 14,079 જે તેમના બેંક ખાતામાં હોલ્ડ પર હતા.

તે રકમ બેંક દ્વારા સમયસર ખાતામાં અનહોલ્ડ કરી નહીં આપતા જેથી તેમણે ગૂગલ ઉપરથી એસબીઆઈ હેલ્પ લાઈનનો નંબર સર્ચ કરી ફોન કરતા રિસિવ કરનારે બેંકના અધિકારી વાત કરશે તેમ જણાવી બાદમાં અન્ય મોબાઈલ નંબરથી ફોન કરતા રિસિવ કરનારે બેંકના અધિકારી વાત કરશે તેમ જણાવ્યું હતું. બાદમાં અન્ય મોબાઈલ નંબરથી ફોન કરનારે કવિક સપોટ નામની એપ ડાઉનલોડ કરાવી તેમાં નેટ બેન્કિંગમાં લોગઇન કરાવડાવી તેમના ભાવનગર ભગવતી સસદકલ સ્થિત એસબીઆઈ બેંકની શાખના ખાતામાંથી રૂ. 10 લાખની ઓનલાઈન એફડી હતી.

તે કમ્પ્યૂટર રિસોર્સના સાધનોનો ઉપયોગ કરી એફડી ઓનલાઈન વિડ્રોલ કરી નાંખી તેમના બચત ખાતામાં તે રકમ જમા થઈ હતી. તેમાંથી રૂ. 25 હજારની 6 વખત રકમ ડેબિટ કરી લેતા પોલીસે અજાણ્યા શખસ વિરૂદ્ધ આઇટી એક્ટની જોગવાઈ તેમજ છેતરપિંડી મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કોઇએ પણ સોશિયલ સાઇટ પર હેલ્પલાઇનનો સંપર્ક કરવો નહી તેમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...