વેક્સિનનું લોકાર્પણ:રાનવેરીકલ્લા પીએચસીમાં ન્યુમોનિયાની ન્યુમોકોકોલ કોજુગેટ વેક્સિનનું લોકાર્પણ

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા PHCમાં ન્યુમોકોકોલ કોજુગેટ વેક્સિનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બુધવારે ન્યુમોનિયા તેમજ મગજના તાવથી બચાવતી ન્યુમોકોકોલ કોંજુગેટ વેક્સિન (PCV) સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવેલ છે. જે માટે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાનવેરીકલ્લા ખાતે ખાસ કાર્યક્રમ રાખવામા આવેલ જેમાં ગામના અગ્રણી સવિતાબેન હસમુખભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય નરેન્દ્રભાઈ પટેલ વાઝના ગામના સરપંચ નલિનભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા. સમયપત્રક મુજબ આવતા લાભાર્થી બાળકોને રસીકરણ યોગ્ય સલાહ સૂચન કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.કૈલાશબેન પટેલ અને સ્ટાફ દ્વ્રારા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. બાળકોમાં ન્યુમોનિયા ન ફેલાય તેના અગમચેતીના પગલાના ભાગરૂપે હાલમાં આ રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...