તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ખેરગામ-પીપલખેડ સ્ટેટ હાઇવેનું બીજી લેનમાં પેચ વર્ક છોડી દેવાયું

ચીખલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી નિકાલ માટેની કાચી ગટરમાં પણ નકરી વેઠ

ખેરગામ-માંડવખડક-પીપલખેડ રાજ્ય ધોરીમાર્ગમાં એક લેનમાં પેચ મારી બીજી લેનમાં ખાડા રહેવા દેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ખેરગામ-માંડવખડક-પીપલખેડ રાજ્ય ધોરીમાર્ગ ઉપર ચોમાસા પૂર્વે માર્ગ મકાન વિભાગ દ્વારા પેચ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોને જણાવ્યાનુસાર વરસાદ પડવાના સમયે પેચ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં એક લેનમા જ પેચ કરવા માંડ્યા છે, જ્યારે બીજી લેનના ખાડા રહેવા દેવામાં આવતા માત્ર દેખાડા કરવા પૂરતી જ મરામતની કામગીરી કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે.

માર્ગ મકાન દ્વારા હાલ ચોમાસા પૂર્વે કેટલાક માર્ગોની મરામત ઉપરાંત પાણીના નિકાલ માટે કાચી ગટર પણ કરવામાં આવતી હોય છે પરંતુ તેમાં પણ નકરી વેઠ ઉતારવામાં આવતી હોય છે. ચોમાસામાં વિવિધ રાજ્યધોરીમાર્ગો પર ઠેર ઠેર પાણી ભરાતા હોય છે અને પાણી ભરાતા માર્ગની સપાટીને નુકસાન થવા સાથે વાહનચાલકોને પણ યાતના વેઠવી પડતી હોય છે.

માંડવખડકના જિલ્લા પંચાયતના સભ્યના જણાવ્યાનુસાર ખેરગામ-માંડવખડક-પીપલખેડ માર્ગની માર્ગ મકાન વિભાગ દ્વારા મરામત હાથ ધરવામાં આવી છે, જેમાં નકરી વેઠ ઉતારવામાં આવતી હોવાની લોકો દ્વારા ફરિયાદ મળી હતી. ફરિયાદને પગલે સ્થળ સ્થિતિ જોતા નામ પૂરતા પેચ મારવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ અંગે માર્ગ મકાનના ડેપ્યુટી ઈજનેરને જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...