તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:રાનકૂવામાં સૂર્યશક્તિ કિસાન યોજનામાં ખેતીવાડીના 70 વીજ જોડાણો કપાતા રોષ

ચીખલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોલાર સિસ્ટમને લઇ છેતરપિંડી થતાં અધિકારી ખેડૂતોની બેઠક મળી

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રાનકૂવા સબ ડિવિઝનના તાબામાં આવતા રાનકૂવા, માણેકપોર, ફડવેલ, ઉંઢવળ સહિતના ગામોમાં સૂર્ય શક્તિ કિસાન યોજના અંતર્ગત ખેતીવાડીના 70 જેટલા જોડાણો અપાયા હતા. જેમાં સોલાર સિસ્ટમ યોગ્ય રીતે કામ નહીં કરતા પૂરતા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન નહીં થતા વીજ કંપની દ્વારા ખેડૂતોને મસમોટા બીલ ફટકારી તે ભરવા નોટિસ ફટકારવામાં આવી હતી. જેને લઈને ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો.

જેમાં ખેડૂતોને ન્યાય અપાવવા ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આગેવાની લઈ ખેડૂતોને ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ દરમિયાન સોમવારે ખેડૂતો અને રાનકૂવા વીજ કંપનીના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં અધિકારીએ સોલાર કંપનીના વર્કરો દ્વારા જે આશા આપવામાં આવી હતી કે સોલાર સિસ્ટમથી વીજળી જનરેટ થશે તે કોઈક કારણોસર થતી નથી. આગામી દિવસોમાં સોલાર કંપનીના અધિકારીઓ સાથે ખેડૂતોની બેઠક કરાવવાની હૈયાધરપત આપી હતી.

વીજબીલ પાછા ખેંચશે નહીં તો ધરણાં કરાશે
સોલાર કંપનીના અધિકારીઓ અને જીઇબીના ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા જો ખેડૂતોને મિટિંગ કરાવીને મસમોટા બીલો પાછા ખેંચશે નહીં તો હવે પછી ધરણાં કાર્યક્રમ કરવામાં આવશે. ખેડૂતોને વધુ નફો થશે તેવી લાલચ આપી સોલાર સિસ્ટમ લગાવ્યા બાદ વીજળી ઉત્પન્ન નહીં થતા ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે. જેમાં ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચલાવાશે. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા

તપાસ બાદ નિરાકરણની કામગીરી થશે
રાનકૂવા વિસ્તારમાં ખેડૂતોની રજૂઆત બાબતે સોલાર કંપનીવાળાને બોલાવ્યો છે. ધારવા કરતા વીજળી ઓછી જનરેટ થઈ રહી છે ત્યારે કંપનીના માણસો આવી ચેક કરશે, ત્યારબાદ નિરાકરણ અંગેની કામગીરી થઈ શકશે. > એમ.જી. પટેલ, નાયબ ઈજનેર, રાનકૂવા ડીજીવીસીએલ

અન્ય સમાચારો પણ છે...