તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ વેક્સિનેશન:તાલુકાની 12 PHC પૈકી સૌથી વધુ રાનકૂવામાં 56.60% વેક્સિનેશન

ચીખલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાગૃતિના અભાવે લોકોનો પૂરતો સહકાર મળતો નથી

ચીખલી તાલુકામાં 60 વર્ષથી વધુ વયના લોકોમાં કોરોનાના વેક્સિનમાં આરોગ્ય વિભાગના અથાગ પ્રયત્ન વચ્ચે પણ ખાસ રુચિ જોવા મળી ન હતી. 29 દિવસમાં તાલુકાની 12 પીએચસી પૈકી સૌથી વધુ રાનકૂવા પીએચસીમાં 56.60 ટકા, જ્યારે સૌથી ઓછી માંડવખડક પીએચસીમાં 18.50 ટકા જેટલું વેક્સિનેશન થયું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામે લોકોને સુરક્ષિત કરવા માટે 1લી માર્ચથી 60 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. તાલુકાના આરોગ્ય અધિકારી એ.બી.સોનવણે, તાલુકા સુપરવાઇઝર વિજયભાઈ પટેલ સહિતના સીધા લાયઝનિંગ હેઠળ તાલુકામાં સમાવિષ્ટ તમામ 12 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, સુપરવાઈઝર,એમપીએચડબ્લ્યુ સહિતનો સ્ટાફ રાત્રિના 9 વાગ્યા સુધી જેતે ગામના તમામ ઘરો ફરી વેક્સિનેશન કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે પરંતુ કેટલાક ગામોમાં જરૂરી જાગૃતિના અભાવે આશંકાને પગલે લોકોનો સહકાર મળી રહ્યો તેમ લાગતું નથી.

તાલુકાના ગામો 12 જેટલા પીએચસીના તાબામાં વહેંચાયેલા છે. જેમાં 29 માર્ચ સુધી એટલે કે 29 દિવસમાં 60 વર્ષથી વધુ વયના લોકોમાં કોરોનાનું વેક્સિનેશન જોઈએ તો સૌથી ઓછું માંડવખડક 18.50 ટકા, ફડવેલમાં 34.20 ટકા, કાંગવઇમાં 35.50 ટકા, કુકેરીમાં 39.50 ટકા, હોન્ડ ગામે 46.80 ટકા, આલીપોર ગામે 47.40 ટકા, દેગામમાં 47.20 ટકા, રાનવેરીકલ્લામાં 49.10 ટકા, સાદકપોરમાં 50.60 ટકા, ઘેજ ગામે 54.10 ટકા જ્યારે સૌથી વધુ રાનકૂવામાં 56.60 ટકા વેક્સિનેશન થયું હતું.

આ ઝૂંબેશમાં સહકારી મંડળીના ચેરમેન ભરતભાઈ, ડિરેકટર વિનોદભાઇ, જિલ્લા પંચાયત સભ્ય સેજલબેન,તાલુકા પંચાયતના કારોબારી સમિતિના સભ્ય અને એપીએમસીના ડિરેકટર ધર્મેશભાઈ પટેલ સહિતના આગેવાનો જોડાઈને સ્ટાફને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આમ છતાં પણ લોકોમાં જાગૃતિના અભાવે વેક્સિનેશન માટે આગળ આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો