તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચીખલી તાલુકામાં 100 થી 200 બહેનોને રોજગારી મળી રહે અને તેઓ આર્થિક રીતે પગભર બને તે માટે ચીખલીમાં શારદા ફાઉન્ડેશન દ્વારા પેપરડીસ બનાવવાના કારખાનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના પગલે મહિલાઓ હવે આર્થિક રીતે પગભર બનશે. આગામી દિવસોમાં બિઝનેસના આધારે કામ કરતી મહિલાઓને વધુને વધુ રોજગારી મળી શકશે. જેના થકી મહિલાઓનું જીવન ધોરણ પણ ઉંચું આવશે.ચીખલી તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી શારદા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તાલુકાની 10 હજાર ઉપરાંત બહેનોને દત્તક લઈ તેમને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે.
બહેનોની જરૂરીયાત મુજબ રોજગારી આપવાના પ્રયાસ રૂપે શારદા ફાઉન્ડેશનના સ્થાપક દર્શનભાઇ દેસાઈએ પેપર ડિસ બનાવવાના એક કારખાનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સોનલબેન રોચાની (શક્તિ ફાઉન્ડેશન) દ્વારા ઉદ્દઘાટન કરી પ્રથમ પગલાં રૂપે 25 બહેનોને રોજગારી આપવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે કામગીરી વધતી જશે તેમ 100 થી 200 જેટલી બહેનોને કામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શિવાનીબેન દેસાઈ (વલસાડ), હેતલબેન ઘાસવાલા (વલસાડ), રીનાબેન વાચ્છાની (વલસાડ), જેતલબેન દેસાઈ (સુરત), ડૉ.બીનીતા પટેલ (વલસાડ), ડો.ચિકિતા પટેલ (વલસાડ) હાજર રહ્યા હતા. શારદા ફાઉન્ડેશનના સહ સ્થાપક સોનલબેન દેસાઈએ તમામ બહેનોને આભાર માની ભવિષ્યમાં આવી બહેનોને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
જીવનમાં આમૂલ પરિવર્તન આવશે
આટલા વર્ષોમાં સૌના સહકારથી ટ્રસ્ટે સારી પ્રગતિ કરી છે અને સરકારે આ ટ્રસ્ટને મધર (NGO) જાહેર કર્યું છે. વિશાળ સંખ્યામાં બહેનોની તમામ જરૂરિયાત સૌના સાથ વગર મુશ્કેલ કામ છે. ધીરેધીરે સૌનો સાથ મળી રહ્યો છે. બહેનોને રોજગારી માટેની આજે શુભ શરૂઆત કરી છે. આના થકી અહીં કામ કરવા આવનાર તમામ બહેનોને આર્થિક લાભ થશે. જેના પગલે તેમના જીવનમાં પણ આમૂલ પરિવર્તન આવશે. સમાજમાં નારી શક્તિ ધારે તે કરી શકે અને પોતાના પગ પર ઉભા રહી સારૂ જીવન જીવી શકે તેનું ઉદાહરણ પણ પૂરૂ પાડશે.- દર્શનભાઇ દેસાઇ, સ્થાપક, શારદા ફાઉન્ડેશન
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.