ક્રાઇમ:ચાંપલધરા પાસેથી દોઢ લાખના ઘઉંના જથ્થા સાથે એક ઝડપાયો

ચીખલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીખલી પીએસઆઇ એમ.બી.કોંકણી તથા સ્ટાફના જયપાલસિંહ, બ્રિજેશ સહિત કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન આઇસર ટેમ્પો (નં. જીજે-19-એક્ષ-5801)માં ગેરકાયદેના ઘઉંના જથ્થો ભરીને બામણવેલ રિદ્ધિ-સિદ્ધિ ક્રેન પ્રોસેસિંગ મિલ પાસે જઈ ટેમ્પો અટકાવી તપાસ કરતા તેમાં ઘઉંના 300 જેટલા કટ્ટા ભરેલા હતા. ચાલક પાસે બીલ કે આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવતા ઘઉંનો જથ્થો શંકાસ્પદ ગેરકાયદેસર રીતે મેળવી લાવેલાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતા પોલીસે ઘઉંના જથ્થા આરોપીની અટક કરી હતી. તેણે સોમવારે સવારના સમયે ચાંપલધરામાં રહેતા વિજય ગોરધનભાઇ તથા તેના પિતા ગોરધનભાઈના ઘરેથી ભરી લાવેલ તેવી હકીકત જણાવી હતી.

ગોરધનભાઇ અગાઉ પણ ગેરકાયદે ઘઉંના વહનમાં વાંસદા તથા ચીખલીમાં પકડાયેલાની હકીકત તપાસમાં બહાર આવી છે. ઘઉંના કટ્ટા ભરાવેલ ત્યારે કોઈ બીલ કે ચિઠ્ઠી પોતે લીધી નથી તેવું ચાલકે જણાવતા પોલીસે 15 હજાર કિલોગ્રામ ઘઉંના જથ્થાના રૂ. 1.50 લાખનો જથ્થો, ટેમ્પો,એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 11.54 લાખનો જથ્થો સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કર્યો હતો. ચાલક પરેશ જીતુભાઇ નાયકા (રહે. કરચેલીયા, તા.મહુવા, જિ.સુરત)ને સીઆરપીસી 41 (1) ડી મુજબ અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...