ક્રાઇમ:માણેકપોર હત્યા કેસમાં એકની ધરપકડ, 3 આઇસોલેશન હેઠળ

ચીખલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હત્યા મામલે હોટલ માલિકની ગહન પૂછપરછ શરૂ

ચીખલી તાલુકાના માણેકપોરમાં થયેલ હત્યાકેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો અન્ય બે આરોપીને આઇશોલેશન પર રાખાા હોવાનું જાણવા મળ્યું છે.

સર્જાયો એ માણેકપોર ખાતે આવેલી મેમુના હોટલના માલિકને પણ પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે
અમદાવાદના જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર યુવાન ચીખલી તાલુકાના માણેકપોરમાં કોઈકની લીધેલ સોપારી મુદ્દે ચાર મિત્રો સાથે ભેગા થયા હતા. જેમાં એક મિત્ર ચિંતન શાહની અન્ય મિત્રો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી અને લાશને સગેવગે કરવા જમીનમાં દાટી દીધી હતી. જે લાશ એક મહિનાથી વધુ સમય બાદ પોલીસ તપાસ દરમિયાન હત્યાનો ભેદ ખુલતા બહાર કાઢવામાં આવી હતી. આ પ્રકરણમાં મૃતક ચિંતન શાહ સાથે અમદાવાદથી જોડે આવનાર સાગર પટેલની ધરપકડ કરવામાં આવી છે તો તેના અન્ય બે મિત્ર વિજયસિંગ સુરેશસિંહ ઠાકુર અને અબ્દુલને ઝડપી પાડી આઇસોલેશનમાં રખાયા છે.બીજી બાજુ આ હત્યાકાંડ જ્યાં સર્જાયો એ માણેકપોર ખાતે આવેલી મેમુના હોટલના માલિકને પણ પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ પ્રકરણમાં હાલ તપાસ ચાલી રહી છે ત્યારે આ બાબતે તપાસ દરમિયાન અનેક ભોપાળા બહાર આવવાની ભીતિ સેવાઇ રહી છે. સોપારી આપનાર કોણ અને કોની હત્યા કરવા માટે સોપારી આપવામાં આવી હતી એ રહસ્ય હજી અકબંધ જ છે. હાલના તબક્કે પોલીસને પણ ચીખલીના મુસ્લિમ બિરાદરની હત્યા માટે સોપારી અપાઇ હોવાની જ માત્ર માહિતી છે. ત્યારે આ સોપારી આપનાર કોણ અને તેને અંજામ આપનારા વચ્ચે કેટલામાં સોદો થયો હતો એ તમામ રહસ્ય હજુ પણ પોલીસ ઉકેલી શકી નથી.

હત્યાના આરોપીને ઝડપી લેવાયા છે
આ હત્યા કેસમાં એક આરોપી સાગરની ધરપકડ કરવામાં આવી છે. કોરોના રિપોર્ટ બાકી હોય તો તેના મિત્ર અબ્દુલ અને વિજયસિંગ આઇસોલેશનમાં છે તો હોટલ સંચાલક રેહાનને પણ આઇસોલેશનમાં રાખી પૂછપરછ કરવામાં આવી રહી છે. - ડી.કે પટેલ, પીઆઇ, ચીખલી

અન્ય સમાચારો પણ છે...