તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેરીનું આગમન:પ્રથમ દિવસે દશેરીનો પ્રતિમણ 1900 અને કેસરનો 1550 ભાવ

ચીખલી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચીખલી APMCમાં કેરીની વિધિવત હરાજીનો પ્રારંભ

ચીખલી એપીએમસીમાં ફળોના રાજા કેરીનું આગમન થતા વિધિવત હરાજી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે દશેરી કેરીનો સૌથી ઊંચો પ્રતિ મણ (20 કિ.ગ્રા)ના રૂ. 1900, કેસર કેરીનો પ્રતિમણ રૂ 1550 જાહેર થયો હતો. ચીખલી એપીએમસીમાં ફળોના રાજા કેરીનું વિધિવત આગમન થયું હતું. એપીએમસીના ચેરમેન કિશોરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિધિવત હરાજીનો પ્રારંભ વાઇસ ચેરમેન અજયભાઈ દેસાઈ, ડિરેકટર ધર્મેશભાઈ પટેલ, સેક્રેટરી મકસુદભાઈ લાકડવાળા અને ખેડૂતોની ઉપસ્થિતિમાં કોરોનાની ગાઈડ-લાઇન મુજબ કરવામાં આવ્યો હતો.

હરાજીમાં નરેન્દ્રભાઇ, અંકિત પટેલ, ગુરમીતભાઈ, ચંદુભાઈ સહિતના વેપારીઓએ ભાગ લેતા દશેરી કેરીનો પ્રતિ મણ (20 કિલો)ના રૂ. 700થી 1900, કેસરના રૂ. 781 થી 1550નો ભાવ જાહેર થયો હતો. પ્રથમ હરોળની દશેરીના રૂ. 1900 અને કેસરના રૂ. 1550 ભાવ જાહેર થતા ચાલુ સિઝને પૂરતા મળવા સાથે ભાવ જળવાઈ રહેશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. ચીખલી એપીએમસી અને ખેરગામ સબયાર્ડમાં ચીખલી ઉપરાંત વાંસદા, ગણદેવી, ખેરગામ, વલસાડ, ધરમપુર સહિતના વિસ્તારમાંથી ખેડૂતો કેરીના વેચાણ માટે આવતા હોય છે

ગત વર્ષે 39,257 ક્વિન્ટલ સાથે રૂ. 13.57 કરોડનો વેપલો થયો હતો. હાલ કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે દરેક વાહનોને મુખ્ય દરવાજા પાસે સેનેટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવશે અને માસ્ક પહેરવા સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે તેમ સેક્રેટરી મકસુદભાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો