તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિકેટ:નિયા પટેલની અંડર-14 ક્રિકેટમાં રાજ્યકક્ષાએ પસંદગી

ચીખલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીખલી એ.બી.સ્કૂલની છાત્રાની સિદ્ધિ

શૈક્ષણિક ક્ષેત્રે નીતનવા કીર્તિમાન અંકિત કરનારી ચીખલીની એ.બી.સ્કૂલ રમતગમત ક્ષેત્રે પણ અગ્રેસર બની છે. શાળાની વિદ્યાર્થિની નિયા પટેલે જિલ્લા કક્ષાની અન્ડર-14 ક્રિકેટમાં ઓલરાઉન્ડર દેખાવ કરતા રાજ્ય કક્ષાએ પસંદગી પામી છે.

ચીખલી એબી સ્કૂલ શિક્ષણ ક્ષેત્રે મોખરાનું નામ છે. વિશાળ શાળા કેમ્પસ સાથે રમત ગમત ક્ષેત્રે હરણફાળ ભરી છે. વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધાઓ અને તજજ્ઞ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળ પ્રતિભાઓ નિખરી રહી છે. શાળાની વિદ્યાર્થિની નિયા અંકિત પટેલ (ધો.6)એ જિલ્લા અંડર-14 ક્રિકેટમાં બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા રાજ્ય ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે. શાળા સંચાલક નિર્મલભાઈ પટેલે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે બાળ વિદ્યાર્થીઓમાં ઘણી પ્રતિભા રહેલી છે. યોગ્ય સુવિધાઓ, માર્ગદર્શન કોચિંગ સાથે એક દિવસ તેમને ઉચ્ચ સ્તરે રમતા જોવા ઈચ્છું છું. આચાર્યા પ્રીતિબેન વણકર એ જણાવ્યું હતું કે અભ્યાસ સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ ઇન્ડોર-આઉટડોર રમત, કલા-ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃતિઓ થકી બાળ પ્રતિભાઓનું ઘડતર કરવા શાળા કટીબદ્ધ છે. નિયા રાજય કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ શાળાનું નામ રોશન કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...