તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસાયકારોમાં ઉગ્ર રોષ:નવસારીના વાહનો વલસાડ RTOના ટાર્ગેટ પર

ચીખલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ ગુજરાત ચીખલી-ગણદેવી ટ્રક ઓનર્સ એસો. એ ત્રાસથી કંટાળી આક્રોશ ઠાલવ્યો
  • જીજે-21ના વાહનોની કતારો ઉભી કરે છે, વલસાડ સુગરના ઓવરલોડ વાહનોને કોઇ રોકટોક નહીં

વલસાડ આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા નવસારી જિલ્લાના જીજે-21 પાસિંગને ટ્રક ડમ્પર સહિતના માલવાહક વાહનોના ટાર્ગેટ બનાવતા કટીંગનો વ્યવસાય કરતા વ્યવસાયકારો લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. એસોસિએશન દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ચીખલી તાલુકામાં કવોરી ઉદ્યોગને પગલે વલસાડ,વાપી, પારડી, ઉમરગામ, દમણ, સેલવાસ સહિતના વિસ્તારમાં મોટાપાયે રબલ, મેટલ, કપચી, ગ્રીટ, આર્ટીફિશિયલ રેતી સહિતના ખનીજનો જથ્થો પુરો પાડવામાં આવતો હોય છે. આ ઉપરાંત તાપી અને નર્મદા નદીની રેતી પણ સપ્લાય થતી હોય છે. જેને પગલે નવસારી જિલ્લામાંથી હજારો ટ્રક-ડમ્પર જેવા માલવાહક વાહનોની અવર જવર વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશમાં થતી હોય છે. આ સ્થિતિમાં છેલ્લા કેટલાક સમયથી વલસાડ આરટીઓના સ્ટાફ દ્વારા નવસારી જિલ્લાના જીજે-21 પાસિંગવાળા વાહનોને ટાર્ગેટ બનાવી આ રેતી-કપચી સહિતના ખનીજનું વહન કરતા ટ્રક-ડમ્પર જેવા વાહનો ઉભા રાખી ડ્રાઇવર પાસેથી મોબાઈલ અને આરસીબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, વીમાની પોલિસીની નકલ સહિતના કાગળો લઈ લેવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે.

ચાલકો તેમના માલિક સાથે વાત કરવા માંગે તો પણ વાત ન કરી ઉદ્ધત વર્તન કરી તમારા માલિકો અમને મળવા કેમ આવતા નથી તેવું તુમાખી સાથે જણાવી ખખડાવતા હોવાની ફરિયાદ વચ્ચે ટ્રક માલિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વલસાડ સુગર ફેક્ટરી પાસે નેશનલ હાઈવેના ઓવરબ્રિજ નજીક આરટીઓ દ્વારા વાહનો અટકાવાતા હોય છે ત્યારે આ અધિકારીઓની સામે જ સુગરમાં ઓવરલોડ ટ્રકો જતી હોય છે પરંતુ તેમાં કોઈ મેમો ન આપી આંખ આડા કાન કરતા હોય છે. વધુ વલસાડ આરટીઓ કચેરીનો ઇન્સ્પેક્ટર નરેન્દ્ર ડોડીયા સુરતના રહીશ હોય નોકરી વલસાડમાં હોવા છતાં ઘરે જતી વખતે નવસારી બોરીયાચ ટોલનાકાની આગળ વાહનો ઉભા રાખી ચાલકોને દમદાટી દેતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

જોકે આ અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ માટે લેખિત રજૂઆત કરવા દક્ષિણ ગુજરાત ચીખલી-ગણદેવી ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે. કોરોના કાળની ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને હજુ માંડ કળ વળી રહી છે. ત્યાં વિના કારણ ટ્રાન્સપોર્ટના વાહનોના ચાલકોને વલસાડ આરટીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિથી નવસારી જિલ્લાના ટ્રાન્સપોર્ટરો ત્રાહિમામ પોકારી ગયા છે.

ચાલકો પાસેથી ફોન-કાગળો પણ લઇ લે છે
વલસાડ આરટીઓ દ્વારા નવસારી જિલ્લાના વાહનોને ટાર્ગેટ બનાવી હેરાનગતિ કરવામાં આવી રહી છે અને ચાલકો પાસેથી મોબાઈલ ફોન અને કાગળો પણ લઈ લેવામાં આવતા હોય છે. દરેક કાગળો રજૂ કરવા છતાં ટ્રાન્સપોર્ટર સાથે ચાલકને વાત સુદ્ધા કરવા દેતા નથી. આ ઘટના ક્રમ રોજીંદો બની જતાં ટ્રાન્સપોર્ટરો હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હેરાનગતિનું નિરાકરણ લાવશે. > ચેતનસિંહ રાઠોડ, ટ્રકમાલિક, ચાપલધરા

તપાસનું તરકટ કરી માનસિક ત્રાસ અપાય છે
વલસાડ આરટીઓ દ્વારા અમારા વાહનો ખોટી રીતે અટકાવી તપાસનું તરકટ કરી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ચાલકોને તમારા શેઠ અમને મળવા કેમ નથી આવતા તેમ જણાવે છે. ખરેખર આરટીઓનું કામ કાગળો તપાસવાનું હોય છે. તેના બદલે અમને માલિકો કામે આવતા નથી તેવા સવાલો કરી હેરાન કરાય છે. > કલ્પેશભાઈ લાડ, ટ્રકમાલિક, બામણવેલ

મકવાણા સંપર્ક બહાર, ચૌધરી આજે ચાર્જ લેશે
વલસાડ જિલ્લાના એઆરટીઓ મકવાણાને તેમનો પક્ષ જાણવા તેમના મોબાઈલ પર સાતથી આઠ વખત ફોન કરવા છતાં તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. જેથી તેમની વાત જાણી શકાય ન હતી. જ્યારે એઆરટીઓ પી.જી.ચૌધરીનો સંપર્ક કરતા હજુ સોમવારથી હું ચાર્જ લેવાનો છું અને હાલ ત્યાં શુ પરિસ્થિતિ છે તે મને ધ્યાન પર નથી એવું જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો