તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:થાલા બગલાદેવ મંદિર પાસે ટ્રક અડફેટે મોપેડ ચાલકનું મૃત્યુ

ચીખલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવારની રાત્રિના સમયે ખૂંધ ગામના અક્ષરપાર્ક સોસાયટીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા રતિલાલ બાલુભાઈ પટેલ (ઉ.વ. 55, રહે. તા.ચીખલી) મોપેડ (નં. જીજે-21-એબી-1375) પર નોકરીએ જતા હતા. સાંજે ચીખલીના થાલા બગલાદેવ મંદિર પાસે ટ્રક (નં. જીજે-15-એવી-9488)ના ચાલકે હાઇવા ટ્રક પૂરઝડપે હંકારી લાવી મોપેડ સવારને અડફેટે લેતા રતિલાલ પટેલનું મોત નિપજ્યું હતું. પોલીસે અમ્રત પટેલની ફરિયાદના આધારે ટ્રકચાલક નજન પટેલ (રહે. ચાંપલધરા) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...