વિવાદ:અનાવલ નહેર ખાતાનો અંધેર વહીવટ, ચાપલધરા ડિસ્ટ્રીક્ટ નહેર પર વર્કઓર્ડર વિના ચાલતુ નાળાનું કામ

ચીખલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇપણ જાતની ખાતાકીય કાર્યવાહી વિના કરાય રહેલી કામગીરીએ અનેક સવાલ ઉભા કરી દીધા છે

ચાંપલધરામાં આવેલા ડિસ્ટ્રિક્ટ નહેર અનાવલ નહેર ખાતાના તાબા હેઠળ છે. જયાં હાલ ચાંપલધરા દાદરી ફળિયામાં નાળાનું કામ ચાલુ છે. આ બાબતની તપાસ કરવા માટે ડેપ્યુટી એન્જિનિયર ચૌધરી પાસે માહિતી માંગવામાં આવી હતી. એમણે જણાવ્યું હતું કે આ સાઈટનો એ.સો. રમણભાઈ છે અને જયારે રમણભાઈને આ બાબતની વાસ્તવિકતા પૂછતાં હું આ વિસ્તારનો એ.સો. નથી એમ જણાવ્યું હતું. ખરેખર આ સાઈડનો એ.સો. ભાવિનભાઈ છે.

જ્યારે ભાવિનભાઈને આ બાબતની વાસ્તવિકતા પૂછતાં જણવા મળ્યું હતું કે આવું કોઈ કામ ચાલુ જ નથી અને મને આ બાબતની કોઈ કચેરી દ્વારા જાણકારી આપી નથી ત્યારે અનાવલ નહેર ખાતાના ડેપ્યુટી એન્જિન ખો-ખો ની રમત રમી રહ્યા હોય એવા જવાબ આપ્યા હતા. અનાવલ નહેર ખાતાના વહીવટ પણ અનેક પ્રશ્નો ઉદભવે છે.

કોણે અને ક્યારે આ કામગીરીની પરમિશન આપી તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. કોઈપણ જાતની ખાતાકીય કાર્યવાહી વગર જ કે વર્ક પરમિટ લીધા વગર જ કોન્ટ્રાક્ટરને બારોબાર કયા આધારે અને કોની સૂચનાથી કામ સોંપવામાં આવ્યું તે પણ મોટુ ઘેરાતુ રહસ્ય છે. શરૂઆતથી જ આ કામગીરી િવવાદના ઘેરામાં છે ત્યારે તેમાં કેવું કામ થશે તેવા સવાલો પણ ઉભા થયા છે.

ડેપ્યુટી એન્જિનિયરે પરમિશન આપી !
કોન્ટ્રાક્ટરે ટેલીફોનીક વાતચીત કરી ખુલાશો આપવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પુછ્યું હતું કે તમે હેમંતભાઇ ચૌધરીને ફોન કર્યો હતો? આ કામ અમારી એજન્સી કરી રહી છે અને હાલ વર્ક ઓર્ડર આવ્યો નથી પણ આ કામ માટે અમને ડેપ્યુટી એન્જિનિયરે પરમિશન આપી છે. હમણાં એકાઉન્ટન્ટને વાયરલ હોવાથી મારી ડિપોઝિટ ભરવાની બાકી છે. હું આ ડિપોઝિટ ભરી દઈશ એટલે વર્ક ઓર્ડર મળી જશે. તેવી વાત કોન્ટ્રાક્ટરે ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...