તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:સિયાદામાં નાણાપંચની ગ્રાન્ટમાં લાખોની ગેરરીતિ કરાઇ હોવાની સભ્યોની રજૂઆત

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2019-20ની ગ્રાંટમાં રસ્તા, પેવર બ્લોકના કામ કર્યા વિના જ નાણાં ઉપાડ્યાનો આક્ષેપ

ચીખલી તાલુકાના સિયાદા ગામના વોર્ડ સભ્યો સહિતના ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરેલ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે, 14માં નાણાંપંચની વર્ષ 2019-20ની ગ્રાંટમાં રસ્તા, પેવર બ્લોક તથા વર્ષ 2015-16માં ગટરના કામોમાં કામ કર્યા વિના જ નાણાં ઉપાડી લઈ મોટાપાયે ભ્રષ્ટાચાર આચારી ખાયકી કરી સરકારી નાણાંની ઉચાપત કરેલ હોવાનુ પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે. ત્યારે તટસ્થ તપાસ કરાવી સરકારી નાણાંની રિકવરી સાથે જવાબદાર સામે શિક્ષાત્મક અને કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

ગ્રામજનો દ્વારા કરાયેલ રજુઆતમાં 14માં નાણાંપંચમાં વર્ષ 2019-20માં પ્રધાનપાડા જયંતીભાઈના ઘરથી ધનસુખભાઈના ઘર સુધી ડામર રસ્તાનું કામ રૂ.1,72,847 સિયાદા ભૂરા ફળીયા ભગુ સોમના ઘર તરફ જતો રસ્તો રૂ.1,86,437,પ્રધાનપાડા સંધ્યા ચીમનના ધર વાળો રસ્તો રૂ.1,70,174,સિયાદા આહિરવાસથી સુરેશ દેવાના ઘર તરફ જતો રસ્તો રૂ.1,89,198, સિયાદા નવા નગર નટુ મગજીના ધર સુધી ડામર રસ્તાનું કામ રૂ.2,98,215 આ ઉપરાંત ગામતળ કણબીવાડમાં બ્લોક પેવરનું કામ રૂ.4,67,429, નવાનગર ગામતળમાં પેવર બ્લોકનું કામ રૂ.4,69,430, સિયાદા દુકાન ફળીયામાં પેવર બ્લોકનું કામ રૂ.83, 559, સિયાદા ગામતળમાં બ્લોક પેવરનું કામ રૂ.1,57,115 તથા વર્ષ 2015-16માં 13માં નાણાંપંચમાં દાદરા ફળીયા રઘુ દલાના ઘરવાળી ગટરનું કામ રૂ.41,160, વીનું શોભાનના ધર પાસે રૂ.1,49,133, પટેલ ફળીયા ગટરનું કામ રૂ.1,37,443 સહિતના કામો કર્યા વિના જ નાણાં ઉપાડી લેવાયા હોવાનું જણાવાયું છે, ત્યારે ગ્રામજનોની ઉપરોક્ત રજુઆતમાં તટસ્થ તપાસ થાય તો હકીકત બહાર આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...