નિર્ણય:ચીખલીમાં નવસારી જિલ્લા ટુરિસ્ટ વ્હિકલ એસો.ની બેઠક

ધોળીકુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એસપીને લેખિત રજૂઆત કરવા લેવાયેલો નિર્ણય

નવસારી જિલ્લા ટુરિસ્ટ વ્હિકલ એસોસિએશનની ચીખલીમાં બેઠક યોજાઇ હતી.

ચીખલીમાં જિલ્લા ટુરિસ્ટ વ્હિકલ એસોસિએશનના કારોબારી સભ્ય બિપીનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ અનિલ પટેલ, મંત્રી ચેતનભાઈ લાડ સહિતના હોદ્દેદારો અને સમગ્ર જિલ્લાભરના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં બોરસદ, તારાપુર ઉપરાંત ભરૂચ ટોલનાકા, ઝંખવાવ સહિતના સ્થળોએ પોલીસ દ્વારા ખોટી રીતે ટુરિસ્ટ વાહનોના ચાલકોને હેરાનગતિ કરી રૂ. 500થી લઈને 5 હજાર સુધીની ઉઘરાણી કરવાના મુદ્દે સ્થાનિક એસપી અને રેંજ આઈજીને લેખિત રજૂઆત કરવાનું નિર્ધારિત કરાયું હતું. હાલ લોકડાઉનની સ્થિતિમાં પૂરતો ધંધો પણ ન હોય તેવામાં પોલીસ અને આરટીઓ દ્વારા થતી હેરાનગતિ બાબતે ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆતના મક્કમ નિર્ધાર સાથે આરટીઓમાં ઓનલાઈન પરમિટ સરખા વાહનોના કિસ્સામાં કેટલાક લોકોની પરમિટ નીકળે તો કેટલાકની ન નીકળતા પરમિટના અભાવે ભાડું હોય તો પણ રાજ્ય બહાર જઇ શકાતું નથી. આરટીઓના સરકારી સોફ્ટવેરમાં વીમો રજીસ્ટર થયેલો હોવા છતાં પણ વાહન માલિકો માટેના સોફટવેરમાં વીમાની કોપી ન દર્શાવતા તેના અભાવે પરમિટ નીકળતી નથી. એક જ વાહનના એક જ સ્થળે એક જ ગુનામાં ઓનલાઈન બે અલગ-અલગ મેમો જનરેટ થવા સહિતના મુદ્દે ચર્ચા કરાઇ હતી. જોકે બેઠક બાદ જિલ્લાના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારની આગેવાનીમાં આરટીઓને વિવિધ પ્રશ્નો અંગે કરેલી રજૂઆતમાં આરટીઓ દ્વારા ઓનલાઈન પરમિટ ન નીકળે તેવા કિસ્સામાં હસ્તલિખિત પરમિટ આપવાની હૈયા ધરપત અપાતા પરમિટના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હતું. જોકે વર્ષેદહાડે ટેક્ષરૂપે કરોડોની આવક મેળવતા આરટીઓ વિભાગ દ્વારા અન્ય પ્રશ્નોમાં કેવો રૂખ અપનાવવામાં આવશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...