તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:વંકાલમાં તળાવનું પાણી ખાલી કરવા સામે સ્થાનિકોનો વિરોધ

ચીખલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક

ચીખલીના વંકાલ વાણીયા તળાવ વિસ્તારના લોકોએ ચીખલી મામલતદારને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યાનુસાર વંકાલ ગામના સરપંચની આગેવાની હેઠળ પાણી ઉલેચવાનું મશીન તળાવ પાસે ખડકવામાં આવેલું છે. જે ગ્રામમવાસીઓના જાણ બહાર હોવાથી અને ગામના તળાવના પાણીથી ખેતીવાડી, કપડાં ધોવાનું, પશુ પાલન સહિતના બધા કામકાજ થતા હોય છે. ગામના દરેક બોરિંગના પાણીનું લેવલ તળાવ પર નિર્ભર છે, જેથી આ કામ અટકાવવા સરપંચને રજૂઆત કરી હતી. તેમણે આ કામ નહીં રોકી શકાય એમ જણાવ્યું હતું અને ઠરાવ માંગતા તલાટીનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું.

તલાટી પાસે ઠરાવ માંગતા તેણે ઠરાવ આપવામાં આનાકાની કરી પંચાયતમાં આવવા જણાવ્યુ હતું અને પાછળથી ફોન સ્વીચ ઓફ કરી દેતા લાચાર સ્થિતિ મુકાયેલા સ્થનિકો દ્વારા ગામની આજીવિકા સમાન તળાવના પાણીનો નિકાલ ન થાય તે અંગેની રજૂઆત કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું છે કે, તળાવને ઊંડું કરવાની કામગીરી માટે અમારો કોઈ પ્રકારનો વિરોધ નથી, પરંતુ તળાવમાં હાલમાં જે પાણી છે તે ન ઉલેચી કુદરતી રીતે સુકાઈ ગયા બાદ એ ઠરાવ મુજબ ઊંડું કરવામાં આવે તો અમારો વિરોધ નથી તેવી રજૂઆત સ્થાનિકો દ્વારા મામલતદાર પ્રિયંકાબેન પટેલ સમક્ષ કરવામાં આવી હતી. હાલ વાણિયા તળાવના તળાવમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય આસપાસના લોકોના બોરવેલમાં પાણીનું સ્તર જળવાઈ રહેતું હોય છે. તળાવનું પાણી ખેતીવાડી પશુપાલન માટે ખૂબ ઉપયોગી હોય સ્થાનિકો દ્વારા તળાવ ખાલી ન કરવા માટે રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો