રજૂઆત:ચીખલી-વાંસદા માર્ગ પર કટ બંધ કરાતા સ્થાનિકો અકળાયા, રાનકુવાની સોસાયટીના રહીશોની ઇજનેરને રજૂઆત

ચીખલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીખલી-વાંસદા માર્ગ ઉપર આડેધડ કટ બંધ કરી દેતા રાનકુવાની સોસાયટીના રહીશોએ લેખિત રજૂઆત કરી હતી. ચીખલી-સુરાખાઈ માર્ગનું માર્ગ મકાન વિભાગ દ્વારા લાખોના ખર્ચે નવિનીકરણ હાથ ધરવામાં આવ્યું છે અને નવા ડિવાઈડરના બાંધકામમાં રોડ સેફટી ઓડિટનું કારણ જણાવી ઠેરઠેર કટ બંધ કરી દેવામાં આવ્યા છે. કેટલાક ધંધાર્થીઓની સગવડ મુજબ કેટલીક જગ્યાએ જરૂર ન હોય અને નિયમ વિરૂદ્ધ હોવા છતાં પણ કટ રાખી માર્ગ મકાન વિભાગ કટને મામલે બેધારી નીતિ અખત્યાર કરી રહ્યું હોવાનું ફલિત થઈ રહ્યું છે. રાનકુવા જલારામ સોસાયટીના રહીશો દ્વારા માર્ગ-મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે સોસાયટીનો મોટાપાયે વ્યવહાર રાનકુવા સાથે છે. સોસાયટીમાં 100 જેટલા પ્લોટમાં 60 મકાનોનું બાંધકામ થઈ ગયું છે. કટ બંધ થવાથી રહીશોને ખૂબ અગવડતા પડે તેમ છે. આ માર્ગ ઉપર બામણવેલથી અઢારપીર વચ્ચે 5 જેટલા કટ આપવામાં આવ્યા છે. જ્યાં કોઈ રહેણાંક નથી અને ગ્રામ્ય વિસ્તાર પણ નથી. ઉપરાંત આ માર્ગ ધોરીમાર્ગ કે તે કક્ષાનો નથી.ત્યારે સએવીસ રોડની પણ કોઈ જોગવાઇ નથી તેવી સ્થિતિમાં જલારામ સોસાયટી પાસેનો કટ ચાલુ રાખવામાં આવે તેવી માંગ રહીશો દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...