તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક સફળ:હવે સ્થાનિક ટ્રક ચાલકોને ભાડામાં પ્રાથમિકતા અપાશે

ચીખલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીખલી ટ્રક ઓનર્સ એસો.ની હડતાળનો પ્રાંત અિધકારીની મધ્યસ્થી બાદ સુખદ અંત

ટ્રક ઓનર્સ એસોસિએશનની ચાર દિવસથી ચાલી રહેલી હડતાળનો પ્રાંત અધિકારીની મધ્યસ્થતા બાદ સુખદ અંત આવ્યો હતો. સુરત વિસ્તારમાંથી સિમેન્ટ અને કોલસી ભરીને નવસારી,વલસાડ,દમણ,સેલવાસ વિસ્તારમાં આવતી ટ્રકો પરત ખાલી જતી વેળા ચીખલી વિસ્તારની ક્વોરીમાંથી ખનીજ ભરી જતા સ્થાનિક ટ્રક માલિકોના ધંધા પર મોટી અસર થવા સાથે આર્થિક ફટકો લાગ્યો હતો.

આ ખાલી ટ્રકોમાં ક્વોરીમાંથી ખનીજ ભરી નહીં આપવાની માંગ સાથે દક્ષિણ ગુજરાત ચીખલી-ગણદેવી ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ પરેશ દેસાઈ સહિતાની આગેવાનીમાં 1લી સપ્ટેમ્બરથી 200થી વધુ ટ્રકના પૈડાં થંભાવી દઇ હડતાળ પર ઉતર્યા હતા. જેમાં શરૂઆતમાં ડીવાયએસપી ફળદુએ મધ્યસ્થતા કરવા દરમિયાનગીરી કરી હતી અને ટ્રક એસોસિએશન અને ક્વોરી એસોસિએશન વચ્ચે બેઠક કરાવી હતી પરંતુ આ બેઠક નિષ્ફળ રહી હતી. બીજા દિવસની બેઠકમાં પણ નિરાકરણ નહીં આવતા હડતાળ ચાલુ રહી હતી.

આ દરમિયાન શનિવારે ક્વોરી અને ટ્રક એસોસિએશનની બેઠક નિષ્ફળ રહેતા આખરે પ્રાંત અધિકારી ડી.ડી.જોગીયાએ મધ્યસ્થી કરી પ્રાંત કચેરીમાં બેઠક યોજતા ક્વોરી એસો. પ્રમુખ સલીમભાઈ પટેલ ઉપરાંત શૈલેન્દ્રસિંહ રાજપૂત, સુરેશભાઇ પાર્થ, મુકેશભાઈ ફળદુ, દેવજીભાઈ ગોંડલીયા સહિતના સાથે ટ્રક ઓનર્સ એસો.ના હોદ્દેદારોની ચર્ચા દરમિયાન સ્થાનિક ગાડીવાળાને કામ આપવાની પ્રાથમિકતા કોલસી, સિમેન્ટની ખાલી ગાડીઓને ના પાડવા સહિતની ખાતરી ક્વોરી એસો. દ્વારા મળતા સુખદ નિરાકરણ આવ્યું હતું અને રવિવારથી હડતાળ સમેટી લેવાની જાહેરાત કરાઈ હતી.

સોમવારથી રાબેતા મુજબ કામ શરૂ થશે
પ્રાંત અધિકારીની મધ્યસ્થતામાં આખરે અમારી માંગણીઓનો કવોરી એસોસિએશન દ્વારા સ્વીકાર કરવામાં આવતા આવતીકાલે હડતાળ સમેટી લીધા બાદ સોમવારથી રાબેતા મુજબ કામ શરૂ થશે. આ સાથે તેમણે ક્વોરી એસોસિએશન અને પ્રાંત અધિકારી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. > રાજેન્દ્રસિંહ પરમાર, પ્રમુખ, ટ્રક ઓનર્સ એસો.

અન્ય સમાચારો પણ છે...