જોખમ:બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન માટે ફાટકોનો અભાવ, માત્ર દોરી બાંધી કામ ચલાવાય છે, તાત્કાલિક ફાટકોનું રિપેરીંગ કે બેરીકેટ મૂકવા માગ

ચીખલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીખલી તાલુકાનાના ગામડાઓ માંથી બીલીમોરા વધઈ નેરોગેજ ટ્રેન પસાર થાય છે. આ ટ્રેન જે ગામો માંથી પસાર થાય છે. ત્યાં અનેક ફાટકો આવેલ છે. આ ફાટકો પર બેરીકેટ પણ નથી અને ફાટકની આજુબાજુના રોડ પણ તૂટેલા હાલતમા છે. હાલ રેલવે દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવેલ માણસો દ્વારા દોરડી બાંધી વાહનો અટકાવા ફરજ પડી છે.

આ ટ્રેન રાનકુવાથી પસાર થાય છે. જ્યાં ખારેલ રાનકુવા રોડ જે ચીખલી સાપુતારા રોડને મળે છે અને ને.હા નંબર 48ને જોડતો માર્ગ છે. જે સતત વાહન વ્યવહારના કારણે કાર્યરત હોય છે. ત્યાં પણ ફાટકની સમસ્યા છે. ત્યારે વહીવટીતંત્ર આ બાબતને ગંભીતાપૂર્વક લય કોઈ યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે આ ફાટકોનું રીપેરીંગ કે પછી બેરીકેટની વ્યવસ્થા કરે એ હાલના સમયની એક માંગ લોકજનતામાં ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...