તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:કિસાન સૂર્યશક્તિમાં છેતરપિંડી મામલે સુરખાઇમાં 1લીએ ધરણાં

ચીખલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યની આગેવાનીમાં ખેડૂતો કાર્યક્રમ આપશે

રાનકૂવા વિસ્તારના ખેડૂતો દ્વારા કિસાન સૂર્યશક્તિ યોજનામાં છેતરપિંડીના મામલે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સુરખાઈ 66 કેવી સામે 1લી જુલાઈએ પ્રતિક ધરણાં યોજાશે. રાનકૂવા ડીજીવીસીએલની પેટા કચેરીના તાબામાં આવતા ગામોના 70 જેટલા ખેડૂતોએ કિસાન સૂર્યશક્તિ યોજના અંતર્ગત વીજ જોડાણ મેળવ્યા બાદ અધિકારીઓના જણાવ્યાનુસાર વીજળીનું પૂરતું ઉત્પાદન નહીં થતા અને વીજ કંપની દ્વારા 70-80 હજારના ખેડૂતોને બીલ આપી દઇ તે ભરવા ખેડૂતોને નોટિસ ફટકારવામાં આવી હતી.

ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંતભાઇ પટેલે ખેડૂતોની વ્યથા સાંભળી ખેડૂતો સાથે અવારનવાર બેઠક યોજી વીજ કંપનીના અધિકારીઓને ખેડૂતોને ન્યાય અપાવવા માંગ કરી હતી. જોકે અવારનવારની રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવતા અને ખેડૂતોને ન્યાય નહીં મળતા આગામી 1લી જુલાઇએ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ખેડૂતો સુરખાઈ 66 કે.વી સામે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરશે.

આ અંગે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે ધરણાં બાદ પણ ખેડૂતોને ન્યાન નહીં મળશે તો લડત ચાલુ રાખવામાં આવશે. વહેલામાં વહેલી તકે છેતરપિંડી કેસમાં ખેડૂતોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...