તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી ઠપ્પ:ચીખલમાં મા કાર્ડ કાઢવાની કામગીરી શરૂ નહીં થતા લોકોને ધરમધક્કા ખાવાની નોબત

ચીખલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીખલી તાલુકામાં છેલ્લા 24મી એપ્રિલથી મા કાર્ડ કાઢવાની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે

સરકારી હોસ્પિટલમાં માં-કાર્ડ કાઢવાની સરકારની જાહેરાતના લાંબા સમય બાદ પણ ચીખલીમાં મા-કાર્ડ કાઢવાની કામગીરી શરૂ નહીં થતા લોકોએ ધરમધક્કા ખાવાની નોબત આવી છે. ચીખલી તાલુકામાં 24 એપ્રિલથી મા-કાર્ડ કાઢવાની કામગીરી બંધ રહેતા લોકોએ ગણદેવી અને નવસારી સુધી જવાની નોબત આવી છે.કોરોનાની બીજી લહેર આમ પ્રજા માટે ઘાતક સમાન નીવડી હતી. જેમાં સરકાર દ્વારા કોરોનાની સારવાર માટે મા-કાર્ડની જાહેરાત કરી દેતા નવા કાર્ડ અને રિન્યુ કરાવનારા લોકો આવી રહ્યાં છે.

મા કાર્ડ કાઢવાની કામગીરી કરનારા ખાનગી એજન્સીનો કરાર પૂરો થઈ જતા સરકાર દ્વારા હવેથી સરકારી હોસ્પિટલમાંથી જ મા કાર્ડ કાઢવાની જાહેરાત કરાઇ હતી. જેનો લાંબો સમય વિતવા છતાં ચીખલીની સરકારી હોસ્પિટલમાં મા-કાર્ડ કાઢવાની કામગીરીનો પ્રારંભ થયો નથી. વધુમાં એજન્સીનો કરાર ચાલુ હતો તે દરમિયાન પણ ચીખલી તાલુકામાં 24 એપ્રિલથી મા કાર્ડ કાઢવાની કામગીરી બંધ છે.

હવે સરકારની જાહેરાત બાદ પણ મા-કાર્ડ ઇસ્યુ કરવાનું શરૂ કરાયું નથી. ચીખલી તાલુકામાં મા-કાર્ડની કામગીરી બંધ હોવાથી લોકો ધરમધક્કા ખાઈ રહ્યાં છે. જરૂરિયાતમંદો માટે ગંભીર બીમારીના સમયે સંજીવની સમાન મા-કાર્ડ સમયસર ઉપલબ્ધ નહીં થતા લોકોએ હાલાકી વેઠવાની નોબત વર્તાઈ રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ચીખલીની સરકારી હોસ્પિટલમાં મા-કાર્ડ કાઢવાની કામગીરી ઝડપથી શરૂ થાય તે જરૂરી છે.

સોફ્ટવેર આવ્યું પરંતુ અપડેટ થતું નથી
ચીખલીમાં મા-કાર્ડ કાઢવાની કામગીરી શરૂ થઈ નથી. મા-કાર્ડ માટેનું સોફ્ટવેર આવ્યું છે પરંતુ સોફ્ટવેર અપડેટ થતું નથી. - ડો. દક્ષાબેન પટેલ, અધિક્ષક, રેફરલ હોસ્પિટલ, ચીખલી

અન્ય સમાચારો પણ છે...