રોગચાળાનો ભય:ચીખલીમાં શરદી-ખાંસી- તાવના દર્દીઓમાં વધારો

ચીખલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજ 250થી વધુ ઓપીડી, 80 દર્દી દાખલ થાય છે

ચીખલી તાલુકામાં શરદી-ખાંસી-તાવ સહિતના દરરોજ 250થી વધુ ઓપીડી સાથે 80 દર્દી દાખલ કરવામાં આવ્યાં છે. વહેલી તકે આ વાવરને નાથવા તંત્ર દ્વારા માંગ ઉઠી છે. ચીખલીની સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તાલુકામાં શરદી-ખાંસી-તાવ-ઝાડા-ઉલટી સહિતના દર્દીઓની સંખ્યામાં મોટાપાયે વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. ચીખલીની સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં રોજની સરેરાશ 250થી વધુ ઓપીડી થઈ રહી છે. જોકે સૌથી વધુ તાવના દર્દીઓ વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે.

તાલુકામાં છેલ્લા એક સપ્તાહમાં તાવના-175, શરદી-ખાંસીના 35, ઝાડાના-14, પેટના દુઃખાવાના-3 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. વરસાદનું જોર ઘટવા સાથે વાતાવરણમાં અવાર-નવાર ફેરફાર ને પગલે ખાસ કરીને તાવના દર્દીઓની સંખ્યા મહત્તમ છે. છેલ્લા અઠવાડિયામાં તાવના 175 દર્દીને સારવાર આપવામાં આવી છે. સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં કોરોનાના ત્રણ ઉપરાંત 80 દર્દીને દાખલ કરવામાં આવેલ છે. સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. જોકે સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં હાલ સુવિધામાં વધારો થવા સાથે જરૂરિયાતમંદ દર્દીઓને મોટી રાહત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...