અટકાયત:સમરોલીમાં ગ્રા.પં.નો વોર્ડ સભ્ય સહિત બે જણાં દારૂ સાથે ઝડપાયા

ચીખલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે સમરોલીના સુથારવાડ દર્શન સોસાયટીની સામે દિપક ફર્નિચર માર્ટ નામની દુકાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં અને રમેશભાઈ બાબુભાઇ હળપતિના મકાનમાંથી વિદેશી દારૂની બોટલો અને ટીન બિયર નંગ-484 કિંમત રૂ. 80,920ના વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસે મોબાઈલ અને બે બાઈક સહિત રૂ. 1,21,590નો મુદ્દામાલ કબ્જે કરી દારૂ વેચાણ કરતા સમરોલી ગ્રામ પંચાયતનો વોર્ડ નં.-8નો સભ્ય કનૈયા રાજુભાઇ હળપતિ (ઉ.વ. 36, રહે.સમરોલી સુથારવાડ દર્શન સોસાયટીની સામે તા.ચીખલી) તથા પ્રિયંક અશોક રાઠોડ (રહે. મલવાડા તા.ચીખલી) તેમજ અન્ય બે સગીરોને ઝડપી પાડ્યા હતા.

જોકે સગીરોને મા-બાપને નોટિસ આપી તેઓને મોકલી અપાયા હતા. વધુમાં પોલીસે દિપક રમેશભાઈ હળપતિ (રહે.સુથારવાડ દર્શન સોસાયટી સામે સમરોલી તા.ચીખલી)ને ફરાર જાહેર કરી વધુ તપાસ નવસારી રૂરલના પીએસઆઇ એન.બી.સોલંકી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...