તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાયજ્ઞ:દેગામમાં નિરાધાર વૃદ્ધાને પાકું મકાન બનાવી આપ્યું

ચીખલી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એનઆરઆઇનો વતનમાં સેવાયજ્ઞ
 • મકાન જર્જરિત બનતા તૂટી પડવાનો ભય હતો

ચીખલીના દેગામ ગામે વૃદ્ધ વિધવા મહિલાને NRI પરિવારના સહયોગથી પાકું મકાન તૈયાર કરી ગૃહ પ્રવેશ કરાવતા વૃદ્ધા ભાવવિભોર થઈ હતી. ચીખલી તાલુકાના દેગામ એઢિયાવાડમાં રહેતી વિધવા મહિલા ચંદીબેન મનુભાઈ પટેલ એકલી જ રહી મજૂરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. તેમનું મકાન ખૂબ જર્જરિત હોવાથી ખાસ કરીને ચોમાસા દરમિયાન અનેક સમસ્યા સાથે અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો.

આ સમય દરમિયાન ગામના યુવા અગ્રણી ધર્મેશભાઈ લાડ સહિતના આગેવાનો દ્વારા આ વૃદ્ધ નિરાધાર મહિલાની સમસ્યાના નિવારણ માટે બીડું ઝડપી નવા મકાન માટે તજવીજ હાથ ધરી હતી અને પોતાના આર્થિક યોગદાન તથા ગામના એનઆરઆઈ પરિવારના સહયોગથી ટૂંકાગાળામાં ચંદીબેન માટે નવા પાકા મકાનનું નિર્માણ કરાવી તેમને ગૃહ પ્રવેશ કરાવતા વૃદ્ધ નિરાધાર મહિલા તેમજ આસપાસના લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો