તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ચીખલીના વંકાલમાં બુલેટ ટ્રેનના અસરગ્રસ્તોને મકાનની આકારણીની ચારને બદલે બે ગણી જ રકમ ચૂકવાતા રાેષ

ચીખલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વંકાલ ગામમાંથી પસાર થનાર બુલેટ ટ્રેનના રૂટમાં વજીફા ફળિયાના પાંચેક રહેણાંક ઘરોનો પણ સમાવેશ થાય છે. આ મકાનોની બુલેટ ટ્રેન પ્રોજકટની એજન્સી દ્વારા આકરણી કરી હતી અને આકારણીની કિંમતની બે ગણી રકમ ચૂકવવા માટે એવોર્ડ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર એવોર્ડ પૂર્વ સરવે કરતી વખતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સ્થળ પર આકરણીની ચાર ગણી કિંમત વળતર પેટે ચૂકવવાની વાત કરી હતી.

બાદમાં બે ઘણી જ રકમ ચૂકવાતા સ્થાનિક અસરગ્રસ્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે ચીખલી વિશ્રામગૃહમાં ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઇ પટેલ, યોગેશ પટેલ સહિતનાને વંકાલ ગામના અસરગ્રસ્ત પરિવારના લોકોએ જમીનનું વળતરની જેમ મકાનનું વળતર પણ પ્રવર્તમાન બજાર કિંમત મુજબ આકરણીની રકમની ચાર ગણી રકમ ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

હાલની મોંઘવારીના સમયમાં નવું ઘર બાંધવું સામાન્ય માણસ માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે ત્યારે ઘરની આકરણીની ચાર ગણી રકમ ચૂકવવામાં આવે તેવી માંગ અસરગ્રસ્તો કરી રહ્યાં છે.

માંગવામાં આવેલી રકમ નહીં ચૂકવાય તો આંદોલન
મકાનની આકરણીની રકમની ચાર ગણી રકમ અસરગ્રસ્તોને ચૂકવવામાં નહીં આવશે તો અસરગ્રસ્તો સાથે આંદોલન કરવામાં આવશે. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

​​​​​​​એક્સપ્રેસ વેમાં મોટાભાગના કિસ્સામાં મકાનોનો સરવે કે આકારણી થઈ નથી
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેમાં સંપાદિત થનાર જમીનનું વળતર અંગેના એવોર્ડ આપ્યાના દસેક માસ વિત્યા બાદ પણ મોટાભાગના કિસ્સામાં મકાનોનો સરવે કે આકારણી આજદિન સુધી થઈ નથી. આ અંગે નવસારીના પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ હકારાત્મક પરિણામ આવ્યું નથી ત્યારે એક્સપ્રેસ-વેમાં જેમના મકાન જવાના છે, તેમને વળતર ચૂકવવાના કોઈ ઠેકાણાં નથી. જમીન સંપાદનના સક્ષમ અધિકારી એવા નવસારી પ્રાંત કચેરીના વહીવટ સામે અનેક સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...