ખેડૂતોમાં ઉદાસીનતા:ચીખલી તાલુકામાં ટેકાના ભાવે ડાંગર વેચાણમાં ખેડૂતોમાં ઉદાસીનતા, માત્ર 7 ખેડૂતોનું રજીસ્ટ્રેશન

ચીખલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ પ્રતિ 20 કિલોનો ભાવ રૂ.350 ચુકવે છે, જ્યારે સરકારે સામાન્ય રીતે પ્રતિ 20 કિલો રૂ.408 અને ગ્રેડ-1ના 412 ભાવ નક્કી કર્યા છે
  • ખેડૂતોમાં જાગૃતિનો અભાવ અથવા તો જૂના વેપારીઓ પાસેથી નાણાં ઉછીના લીધા હોય તેમને માલ આપવા મજબૂર બન્યા હોય તેવો માહોલ

ચીખલી તાલુકામાં ટેકાના ભાવે ડાંગર વેચાણ માટે ખેડૂતોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. માત્ર 7 જેટલા ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકારના રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા કોમન માટે પ્રતિ કવિન્ટલ રૂ. 2040 અને ગ્રેડ-1ના ડાંગર માટે રૂ. 2060 જેટલો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા હાલે નિગમના ગોડાઉનો ઉપર ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે. આ માટે 31મી ઓક્ટોબર 2022 સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હતું. જેમાં ખેડૂતોએ 7-12 અને 8-અની નકલ,આધારકાર્ડ,પાસબુક ,ડાંગરની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો રજૂ કરવાનો હતો પરંતુ તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતોમાં ટેકાના ભાવે ડાંગર વેચવા માટે ઉદાસીનતા જોવા મળી છે. નિયત સમય મર્યાદામાં તાલુકામાં માત્ર સાત જેટલા ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

સામાન્યપણે ખાનગી વેપારીઓ દ્વારા જયા, ગુર્જરી, મસુરી સહિતની ડાંગરની જાતનો પ્રતિ 20 કિલો એટલે કે એક મણનો સરેરાશ રૂ. 350 જેટલો ભાવ ચૂકવાઈ છે. બીજી તરફ સરકાર દ્વારા લઘુત્તમ ટેકાનો ભાવ જે નક્કી કરાયો છે, તેમાં કોમન ડાંગર માટે પ્રતિ 20 કિલો રૂ. 408 જ્યારે ગ્રેડ-1ના ડાંગરનો રૂ. 412 જેટલો ભાવ ચૂકવાય રહ્યો છે ત્યારે ખાનગી વેપારીઓની સરખામણીમાં સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા વધુ ભાવ ચૂકવવામાં આવી રહ્યો છે.

જોકે ટેકાના ભાવે ડાંગરના વેચાણમાં ખેડૂતોને વધુ ભાવ મળતા હોવા છતાં તે માટે ઉદાસીનતાનું કારણ કદાચ પૂરતી જાગૃતિ કે જાણકારીનો અભાવ કે પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન સહિતની પ્રક્રિયા અટપટી લાગતી હોય કે કોઈ અન્ય કારણ પરંતુ તાલુકામાં સારો એવા ડાંગરના પાકનું ઉત્પાદન થતું હોવા છતાં ગણ્યાગાંઠ્યાં જ ખેડૂતો જ ટેકાના ભાવનો લાભ લઇ રહ્યાં છે. ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી સંગ્રહ કરાયો હતો.

ડાંગરની ગુજરાત-3ની જાતની વાવણી કરી હતી
અમે ડાંગરની ગુજરાત-3ની જાતની વાવણી કરી હતી. જેનું વેચાણ કરતા ખાનગી વેપારી દ્વારા પ્રતિ 20 કિલોના રૂ. 315 ચૂકવાયા હતા.જ્યારે જયા સહિતની જાતોના ભાવ હાલ રૂ. 330ની આસપાસ ચાલી રહ્યાં છે.> જયેશભાઇ, ખેડૂત, મજીગામ

અન્ય સમાચારો પણ છે...