તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:ચીખલીમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ, પરિવારને સગીરાની બે દિવસે ભાળ મળી

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર

તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધનાર વિરુદ્ધ ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના એક ગામની 15 વર્ષીય સગીરા ગત 2જી ઓગસ્ટે હું થોડી વારમાં આવું છું તેમ જણાવી ઘરમાંથી નીકળી ગયા બાદ પરત નહી આવતા પરિવારજનોએ તેની તપાસ હાથ ધરી હતી. અગાઉના સમય દરમિયાન આરોપી કપિલ પટેલ (ઉ.વ. 26, રહે.બામણવેલ, ચીખલી)એ આ સગીરાને ભગાડી ગયો હોવાની શંકાના આધારે તેના ઘરે તપાસ કરતા કરી હતી.

પોકસો એકટની જોગવાઈ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
જોકે ત્યાં પણ સગીરા મળી આવી નહતી, ત્યારબાદ 4 ઓગસ્ટે સાદડવેલમાં રહેતા યુવાનના મામાના ઘરે જઇ તપાસ કરતા બંને ત્યાંથી મળી આવ્યા હતા. તેમને ત્યાંથી ઘરે લઈ આવ્યા હતા. પરિવારજનોએ આ બાબતે સગીરાએ જણાવેલું કે તારી સાથે લગ્ન કરવાનો છે અને ટૂંક સમયમાં આપણે લગ્ન કરી લઈશું તેમ જણાવીને યુવતીને ભગાડીને સાદડવેલ સોનારીયા ખાતે મામાના ઘરે લઈ જઈ લગ્નની લાલચ આપી અવારનવાર શરીરસંબંધ બાંધ્યો હતો. આ બાબતને ધ્યાનમાં લઈ ચીખલી પોલીસે કપિલ વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસો એકટની જોગવાઈ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો