હાલાકી:ચીખલી પોસ્ટ ઓફિસમાં કનેક્ટિવિટીની સમસ્યા સર્જાતા ગ્રાહકોને થતા ધરમ ધક્કા

ચીખલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવારનવાર સર્વર ખોટકાતા ભારે હાલાકી

ચીખલીની પોસ્ટ ઓફિસમાં ત્રણ-ચાર દિવસથી કનેક્ટિવિટીની સમસ્યા સર્જાતા ગ્રાહકોએ ધરમધક્કા ખાવાની નોબત આવી છે. ત્રણ-ચાર દિવસથી અવારનવાર સર્વર ખોટકાઈ રહ્યું છે. ચીખલી સ્થિત પોસ્ટ ઓફિસ ગ્રાહકોથી ધમધમતી રહે છે. હાલ છેલ્લા ત્રણ ચાર દિવસથી સર્વર અવારનવાર ચાલુ બંધ થતાં કનેક્ટિવિટી ખોરવાતા પીએલઆઈ, સુકન્યા સમૃદ્ધિ યોજના, તમામ પ્રકારના બચત ખાતાને લગતા કામો માટે ગ્રાહકોએ ધક્કા ખાવાની નોબત આવી છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવાર નવાર સર્વર ખોટકાતા ગ્રાહકો આંટાફેરા કરવા લાચાર બન્યા છે અને કર્મચારીઓ સાથે ઘર્ષણના સંજોગો ઉભા થાય છે. એક તરફ પોસ્ટ ઓફિસમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. તેવા સમયે કામના કલાકો દરમિયાન પણ નિયમિત કનેક્ટિવિટી પૂરી પડાતી નથી ત્યારે ખરેખર તો પોસ્ટ ઓફિસમાં સુવિધાઓ વધારવા સાથે જે હાલે સુવિધાઓ કાર્યરત છે તે વ્યવસ્થિત ચાલે અને ગ્રાહકોને હાલાકી પડે નહીં તે દિશામાં નિરાકરણ લવાઈ તેવી માંગ ગ્રાહકવર્ગમાં ઉઠી રહી છે.

ચીખલી પોસ્ટ ઓફિસમાં પીએલઆઈ, સુકન્યા સમૃદ્ધિ યોજના, બચત ખાતાના હજારો ગ્રાહક હશે તેવા સંજોગોમાં ગ્રાહકોને હાલાકી પડે નહીં તે પોસ્ટ ઓફિસના ઉચ્ચાધિકારીઓ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે. બાકી આજે ઝડપી ઈન્ટરનેટના યુગમાં કનેક્ટિવિટી ડચકા ખાતી હોય તેને વહીવટી નિષ્ફળતા ગણવી કે બેદરકારી તે મોટો સવાલ ઉભો થયો છે.

ફરિયાદ બુકમાં ફરિયાદ પણ નોંધી હતી
ચીખલી પોસ્ટ ઓફિસમાં પીએલઆઈ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના પૈસા ભરવા જતા સવારે બંધ છે તેવો જવાબ મળતા અને પૈસા ભરવા માટે ધક્કા ખાવા પડે છે. આ માટે સ્થાનિક કર્મચારીને રજૂઆત કરી ફરિયાદ બુકમાં ફરિયાદ પણ નોંધી હતી. - સંદીપ પટેલ, સમરોલી

અન્ય સમાચારો પણ છે...