તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાની ધૂણી ધખાવી:ચીખલી-ગણદેવી તાલુકામાં 182 ઓક્સિજન બેડની લોકભાગીદારીથી વ્યવસ્થા ઉભી કરાઇ

ચીખલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીખલી-ગણદેવીના ધારાસભ્યની સક્રિયતાને લઇને દર્દીઓને રાહત થશે

ચીખલી સહિત ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાં ઓક્સિજનવાળા બેડોની સંખ્યામાં વધારો સાથે ધારાસભ્ય નરેશ પટેલના અથાક પ્રયત્નો વચ્ચે લોકભાગીદારીથી લાખોનો ઓક્સિજન સરકારી હોસ્પિટલમાં પૂરો પડાઇ રહ્યો છે. લોકભાગીદારીમાં ક્વોરી એસોસિએશન, સ્થાનિક વેપારીઓ, આગેવાનો, સરપંચો સાથે પાટીદાર સમાજનો વિશેષ યોગદાન મળવા પામ્યું છે.ચીખલી તાલુકાની સરકારી હોસ્પિટલમાં એક સમયે ઓક્સિજનની સુવિધાવાળા બેડોની સંખ્યા નહિવત્ હતી

પરંતુ કોરોનાના વધેલા સંક્રમણ વચ્ચે ધારાસભ્ય નરેશભાઇ પટેલે આદિવાસી વિસ્તારની આ હોસ્પિટલમાં ઓક્સિજનવાળા બેડો ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. જેને પગલે ચીખલીની સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ, સીએચસી ખેરગામ, રૂમલા અને ટાંકલમાં આરોગ્ય વિભાગની પીઆઇયુ દ્વારા લાખોના ખર્ચે પાઇપ-લાઇનની વ્યવસ્થા કરી અપાઈ હતી. ચીખલીની સરકારી હોસ્પિટલમાં 45 બેડથી શરૂઆત કરી તેમાં વધારો કરી હાલ 60 જેટલા ઓક્સિજનવાળા બેડ ઉપલબ્ધ કરાવાયા છે.

આ ઉપરાંત રૂમલા સીએચસીમાં 22, ખેરગામમાં 26 અને બીલીમોરા મેંગુષી હોસ્પિટલમાં 30 બેડ, ધકવાડામાં 19 બેડો ઉપલબ્ધ કરાવી ટાંકલમાં 15 બેડથી શરૂઆત કરી 25 કરવાનું આયોજન હાથ ધરાયું છે. આ સરકારી હોસ્પિટલમાં ધારાસભ્ય નરેશ પટેલના અથાક પ્રયત્નો વચ્ચે સ્થાનિક વેપારીઓ, આગેવાનો, સરપંચો ઉપરાંત ક્વોરી ઓનર્સ એસોસિએશન અને પાટીદાર સમાજના આર્થિક યોગદાન મળતા ઓક્સિજન સિલિન્ડરો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. છેલ્લા 20 દિવસોમાં ચીખલીની સરકારી હોસ્પિટલમાં રૂ. 13 લાખના ઓક્સિજન લોકભાગીદારીની રકમમાંથી પૂરો પાડવામાં આવ્યો છે.

લોકભાગીદારીમાં પાટીદાર અગ્રણી શૈલેષભાઈ ઘેજ સહિત NRI પાટીદાર અગ્રણીઓનું વિશેષ યોગદાન રહ્યું છે. ધારાસભ્ય નરેશભાઈ પટેલે તમામ દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે દરેક ગ્રામ પંચાયતને 20 હજારની મર્યાદામાં દવા ખરીદવા છૂટ આપવા ડીડીઓને રજૂઆત કરી છે. ખાનગી હોસ્પિટલોમાં મોંઘીદાટ તબીબી સારવાર વચ્ચે સરકારી હોસ્પિટલોમાં આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરતા ગરીબ દર્દીઓને મોટી રાહત થઈ છે. ધારાસભ્ય નરેશ પટેલે તેમના ધારાસભ્ય ફંડમાંથી વિવિધ હોસ્પિટલોમાં રૂ. 25 લાખની ગ્રાંટ ફાળવી છે અને બીજા રાઉન્ડમાં હજુ વધુ ગ્રાંટ ફાળવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...