તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલી એપીએમસીની 16 બેઠક માટે ચૂંટણી:ચીખલી APMCમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે 23એ ઉમેદવારી નોંધાવી

ચીખલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે 16 ફેબ્રુ.એ એપીએમસીની 16 બેઠક માટે ચૂંટણી

ચીખલી એપીએમસીમાં વ્યવસ્થાપક સમિતિના સભ્યો માટેની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે ભાજપ-કોંગ્રેસ સમાવિષ્ટ 23 જણાંએ ઉમેદવારી નોંધાવી છે. વેપારી મંડળની 4 અને ખરીદ વેચાણ મંડળની બે બેઠકો માટે 1-1 ઉમેદવારી પત્રક આવતા ભાજપ સમર્થિત 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થશે.

ચીખલી તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની 10 અને વેપારી મંડળની 4 તથા ખરીદ વેચાણ મંડળની બે મળી કુલ 16 બેઠકો માટે આગામી 16મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે એપીએમસીમાં જિલ્લા રજીસ્ટ્રાર એસ.ડી.ભોયે સમક્ષ ખેડૂત વિભાગની 10 બેઠક માટે ભાજપ સમર્થિત પેનલમાં વર્તમાન ચેરમેન કિશોરભાઈ પટેલ સહિત 11 જણાંએ અને કોંગ્રેસ સમર્થિત પેનલમાં આઈ.સી.પટેલ સહિત 12 જણાં મળી કુલ 23 જણાંએ ઉમેદવારી નોંધાવી હતી. એપીએમસીમાં વેપાર મંડળીની ચાર બેઠકો માટે વર્તમાન વાઇસ ચેરમેન અજયભાઇ દેસાઈ ઉપરાંત મજીદભાઈ મેમણ, ખેરગામના જીવણ નગીનભાઈ પટેલ,શીલ્પેશ નરોત્તમ પટેલ તથા ખરીદ-વેચાણ મંડળીની બે બેઠક માટે વર્તમાન ડિરેકટર કુકેરીના અમ્રતસિંહ છીતુસિંહ પરમાર, અશોક શાંતિલાલ પટેલ એમ બે ઉમેદવારી પત્રકો ભરાયા હતા. આ 6 બેઠક માટે 1-1 જ ઉમેદવારીપત્રક આવતા આ બેઠકો બિનહરીફ જાહેર થશે.

ચીખલી એપીએમસીમાં છેલ્લા 16 વર્ષથી ચેરમેનપદે ભાજપ સમર્થિત કિશોરભાઈ પટેલ સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. 4થી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રકો ચકાસણી અને 8મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રકો ખેંચવાના દિવસ બાદ ચિત્ર સ્પષ્ટ થશે. ખેડૂત વિભાગમાં ભાજપ અને કોંગ્રેસ સમર્થિત પેનલ સામસામે ટકરાશે. ખેડૂત વિભાગની 10 બેઠકમાં ૩૦ જેટલી સહકારી મંડળીના 309 જેટલા મતદારો છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે તે પૂર્વે જ એપીએમસીની પણ ચૂંટણી આવતા ખાસ કરીને કાર્યકર્તાઓ માટે અનેક મુશ્કેલી ઉભી થશે. એપીએમસીની 16મી ફેબ્રુઆરીએ અને તાલુકા જિલ્લા પંચાયતની 28મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે.

એપીએમસીની ચૂંટણી સ્થગિત થવાની હિલચાલ વચ્ચે સરકારમાંથી જિલ્લા રજીસ્ટ્રારને કોઈ લેખિત સૂચના મળી નથી ત્યારે તાલુકા જિલ્લાની ચૂંટણીને ધ્યાનમાં રાખી એપીએમસીની ચૂંટણી સ્થગિત કરવા સરકાર સત્વરે નિર્ણય લે તેવી લાગણી પણ ખેડૂતો અને કાર્યકર્તાઓમાં જોવા મળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો