ફરિયાદ:આલીપોરમાં મહિલાને અપશબ્દ બોલી ઝપાઝપી કરનાર 2 સામે ફરિયાદ નોંધાઇ

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકને હેરાન ન કરવાનું કહેવા જતાં ધમકી અપાઇ હતી

આલીપોર ગામે બે બાળકો ગામની મદ્રેસામાં પઢવાની તાલીમ લેવા માટે જતા હોય એ સમયે તેમને કેટલાક બાળકો હેરાન કરી મારમારતા હોય જે અંગે બાળકની માતા કહેવા જતા તેને બે શખસે ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતા ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

ચીખલી તાલુકાના આલીપોર ગામે પારડી ફળિયામાં રહેતી ફસીહા ઈમરાન હસન આકુદીના બે બાળકો નબીલ અને હાબીલ આલીપોર ગામે આવેલ મોટા મદ્રેસામાં પઢવાની તાલીમ માટે ગયા હતા. એ સમયે નાનો દીકરો હબીલએ ઘરે આવી તેની માતાને જણાવેલું કે એના મોટાભાઈ નબીલને મદ્રેસામાંથી છુટા થયા પછી કેટલાક છોકરાઓ ખીજવે છે અને મારે છે. જેથી આ બાળકની માતા મદ્રેસામાં જઈ નબીલને હેરાન-પરેશાન કરવા ના પાડેલ તેમજ મારમારવા બાબતે છોકરાઓના માતા-પિતાને કહ્યું હતું. જોકે બીજા દિવસે ફસીહા તેના નાનીના ઘરે ફરવા ગઈ હતી. એ સમયે ઐયાઝ ફઝલુદીન કાજી અને ઈલ્યાઝ ફઝલુદિન કાજી (બન્ને રહે. પાદર ફળિયા, આલીપોર, તા.ચીખલી) આવી જાહેર રોડ પર આવી ફસીહાબેનને ગાળો બોલવા લાગ્યા હતા અને તેમની સાથે ઝપાઝપી કરી હતી.

દરમિયાન મહોલ્લાના લોકો ભેગા થઈ જતા ત્યાંથી જતા જતા ઐયાઝ કાજી અને ઈલ્યાઝ કાજી તમે બચી ગયા છો બીજીવાર તમને જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી. આ અંગે ફસીહાબેન આકુદીએ ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચીખલી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...