તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસે સમર્થન માંગ્યું:7/12માં નામ રાખવું હોય તો બંધને સમર્થન આપો

ચીખલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પત્રિકા ફેરવી કોંગ્રેસે સમર્થન માંગ્યું

ભારત સરકારના કૃષિ કાયદાના વિરોધમાં મંગળવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને કોંગ્રેસ સહિતના વિવિધ પક્ષ દ્વારા ટેકો જાહેર કરાયેલો છે ત્યારે ચીખલી તાલુકામાં બંધને સફળ બનાવવા ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને 7/12ની નકલમાં નામ રાખવું હોય તો 8મી ડિસેમ્બરે ભારત બંધને સમર્થન આપો તેમ જણાવી ચીખલી તાલુકાના લોકોને જડબેસલાક બંધ રાખવા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અપીલ કરતી પત્રિકા સાંજના સમયે ચીખલી પંથકમાં ફરતી થતા તાલુકા કોંગ્રેસ દ્વારા પણ બંધને સફળ બનાવવા તૈયારી કરવામાં આવી હતી.

બીજી તરફ રાજ્યના પોલીસ વડા દ્વારા સમગ્ર રાજ્યમાં 144ની કલમ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને રસ્તા ન રોકવામાં આવે, બંધ કરાવવા બળજબરી કરવામાં આવશે તો કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.

તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ પટેલના જણાવ્યાનુસાર પત્રિકાના માધ્યમથી લોકો બંધમાં પોતાની ઇચ્છાથી જોડાઈ તે માટે અપીલ કરી સહકાર માંગ્યો છે. કોઈ બળજબરી કરવાના નથી, સહકાર માંગ્યો છે જેની ઈચ્છા હશે તે સહકાર આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો