વિરોધ:‘કસ્ટોડિયલ ડેથના આરોપીઓ નહીં ઝડપાય તો પોલીસ સ્ટે.નો ઘેરાવ કરાશે’

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીખલીમાં બે આદિવાસી યુવકોના મૃત્યુ કેસ મામલે વિશાળ રેલી

ચીખલીમાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઇ હતી. વઘઈના બે આદિવાસી યુવકના પોલીસ સ્ટેશનમાં અપમૃત્યુમાં તત્કાલીન પીઆઈ સહિતના આરોપીઓની સાત દિવસમાં ધરપકડ નહીં થાય તો ત્રણ દિવસ ચીખલી પોલીસ મથકને ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. રેલીમાં ટોળાઓએ પોલીસનો હુરિયો બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો.

ચીખલીમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ હતી. આ દરમિયાન એસ.ટી ડેપો સર્કલ પાસે લોકો રસ્તા પર બેસી ગયા હતા અને પોલીસનો હુરિયો બોલાવાયો હતો. ઢોલ-નગારા અને સૂત્રોચ્ચાર સાથે તાલુકા સેવાસદનમાં પહોંચેલી રેલીને સંબોધતા આદિવાસી નેતા રમેશભાઈ ખાંભડાએ જણાવ્યું હતું કે ‘ડાંગ જિલ્લાના વઘઇના સુનિલ પવાર અને રવિ જાદવ એમ બે આદિવાસી યુવાનના પોલીસ મથકમાં મોત નિપજયા હતા.

ચારે તરફથી દબાણ આવ્યાં બાદ મોડે મોડે તત્કાલિન પીઆઈ સહિતના પોલીસકર્મીઓ સામે હત્યા, અપહરણ અને એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધાયો હતો પરંતુ હવે આરોપીઓની ધરપકડ કરતી નથી. પીઆઈ, એસપી, આઈજીની રજૂઆત કરવામાં આવી તો જુદા જુદા જવાબ મળે છે.’

અન્ય સમાચારો પણ છે...