ચીખલી તાલુકાના ચિતાલી ગામે રહેતી પાયલબેન પ્રવિણભાઈ પટેલના લગ્ન વર્ષ-2011માં નવસારીના વિજલપોરમાં રહેતા દિપક પટેલ સાથે થયા હતા. બન્નેના લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક દીકરો નામે હાર્દિક હોય ત્યારે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતા વર્ષ-2020 આ દંપતીએ છૂટાછેડા લઈ લીધા હતા. દીકરા હાર્દિક માતા પાયલબેન સાથે રહેતો હતો. 3જી મેએ રાત્રિના 11 વાગ્યાના સમય દરમિયાન ભૂતપૂર્વ પતિ દિપક પટેલ પુત્ર હાર્દિને મળવા આવ્યો હતો ત્યારે માતા અને પુત્ર ઉંધતા હતા.
દિપકે પુત્ર હાર્દિને બોલાવતા તેની સાથે વાતચીત કરી નહીં હોય આ બાબતે દીપકને મનદુઃખ થતા હાર્દિક મારી સાથે કેમ બોલતો નથી એમ કહીં ગુસ્સામાં આવી ગાળાગાળી કરી પાયલને ધમકી આપતા કહ્યું કે આજે તો હું તમોને પતાવીને જ જઈશ તેમ જણાવી ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દેતા પત્નીએ દરવાજો ખોલી નાંખી બહાર જતા રહેવા જણાવેલું ત્યારે આ દીપક કહેવા લાગેલો કે મારો છોકરો મને આપી દો તેમ જણાવી તેમની ઝઘડો કરી માર મારી નટબોલ્ટ ખોલવાના પાનાથી માથાના ભાગે માર માર્યો હતો. જેને પગલે તેણીને ઈજા પહોંચતા ટાંકલ સીએચસીમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.