ઘોરબેદરકારી:રાનકૂવામાં કચરો ઉપાડવા લવાયેલી લારી, કચરાપેટી ઉપયોગ પહેલા જ ભંગાર બની

ચીખલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘોરબેદરકારી સ્વચ્છ ભારત અભિયાનનો માત્ર દેખાડો
  • ચોખ્ખાઈ રાખવા માટે દરેક ફળિયા અને ઘરેથી કચરો એકત્રિત કરવાની સગવડ ઊભી કરાઇ હતી
  • સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા માટે ગામડાઓમાં કચરાપેટીઓનું િવતરણ કરવામાં આવ્યું છે

ભારત સરકારની સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામ સ્વચ્છ બનાવવાનું અભિયાન ગ્રામ પંચાયતને ફળ્યું છે. ત્યારે ચીખલી તાલુકાના રાનકૂવા ગ્રામ પંચાયતમાં કચરા ઉપાડવાની લારી અને કચરાપેટી બિનઉપયોગી થતાં સરકારી નાણાંનો વેડફાટ થયો હોવાનું આમ જનતામાં ગણગણાટ ચાલી રહ્યો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દરેક ગામોની અંદર કચરાપેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન દરેક ગામોને કચરા પેટીઓ દરેક ઘરદીઠ આપવામાં આવી હતી.

આ કચરાને એકત્રિત કરવા ગ્રામ પંચાયત લારી અને કચરા પેટી આપવામાં આવી હતી અને એનાથી ગામના દરેક ફળિયા અને ઘરેથી કચરો એકત્રીત કરવાની આ સગવડ ઊભી કરવામાં આવી હતી પરંતુ રાનકૂવા ગ્રામ પંચાયતની અંદર પંચાયતના ઓરડામાં કચરાપેટી અને લારીઓ પડી રહેલી હાલતમાં દેખાય આવે છે ત્યારે ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન પર રાનકૂવા ગ્રા.પં. પાણી ફેરવી રહ્યું હોય એવું નજરે પડે છે. વધુમાં ગામમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ગ્રામ પંચાયત દ્વારા સફાઈ માટે મોટો ખર્ચ દર્શાવ્યો છે અને ગામમાં બનેલ દરેક સોસાયટીની બહાર કચરાનું સામ્રાજ્ય જોવા મળે છે.

જોવાનું એ રહ્યું કે આ ગ્રામ પંચાયત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપવામાં આવેલા લારી અને કચરાપેટીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે કે પછી પડી રહેશે ? કચરો ઉપાડવાની લારી અને કચરા પેટી ઉપયોગી બને તે પહેલા પ્રાથમિક જાળવણીના અભાવે લોકોપયોગી બની શકી નથી. પાછલા લાંબા સમયથી બિનવપરાયેલા પડી રહેલા લારીઓ અને કચરાપેટી ભંગાર અવસ્થામાં બની જતા લોકોમાં રોષની લાગણી વ્યાપી હતી.

અન્ય સમાચારો પણ છે...