તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:યુવતીની આત્મહત્યા મામલે ભાવિ પતિ સબજેલમાં ધકેલાયો

ચીખલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીના ભાઇની ફરિયાદને આધારે કાર્યવાહી

કુકેરી ગામે યુવતીના આત્મહત્યા મામલે ભાવિ પતિના જામીન નામંજૂર થતા સબજેલમાં મોકલવામાં આવ્યો હતો. ચીખલીના કુકેરી જુના પટેલ ફળિયામાં રહેતી અને સુરતના મહુવાની કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી કરતી ઇશા પરમારે કોઈક અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં 24મી માર્ચએ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ બાબતે જે તે સમયે યુવતીના ભાઈ આકાશસિંહ પરમારે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ચીખલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઇશાના ભાઈ આકાશસિંહ પરમાર તેમજ પરિવારના સભ્યોને ઇશાના ભાવિ પતિ જયવીરસિંહ ઉર્ફે જગત રાઠોડ દ્વારા સતત અપાતા માનસિક ત્રાસ તેમજ ખોટી શંકાના કારણે ઇશાએ આત્મહત્યા કરી લીધી હોવાના કેટલાક સચોટ પુરાવાના આધારે ચીખલી પોલીસમાં ઇશાના ભાવિ પતિ જયવીરસિંહ વિરૂદ્ધ દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી જયવીરસિંહની અટક કરી હતી. પોલીસે તેને ચીખલી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના જામીન નામંજૂર કરતા નવસારી સબજેલમાં મોકલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...