છેતરપિંડી:રાનકૂવામાં લોન અપાવાના બહાને 17 મહિલાઓ સાથે છેતરપિંડી

ચીખલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રૂ.5950 જેટલી રકમ પડાવી જતા પોલીસમાં અરજી

ચીખલી તાલુકામાં રાનકૂવા અને આજુબાજુના વિસ્તારોમાં ભેજાબાજો દ્વારા એક ખાનગી ફાઇનાન્સના નામે બે શખશ દ્વારા 17મહિલાઓ જોડે 5950ની ઠગાઈ કરવામાં આવી હતી. એક ખાનગી ફાઇનાન્સના નામે 2 શખસ દ્વારા 17 મહિલા પાસેથી રૂ. 350 લેખે 5950 ઉઘરાવવામાં આવ્યાં અને ત્યારબાદ કોઇપણ જાતની લોન કરી આપી ન હતી. આ શખસ દ્વારા મહિલાઓ પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ પણ લઈ લીધા હતા અને દિવાળી પહેલા લોન થઈ જશે એવો વાયદો કરવામાં આવ્યો હતો.

પરંતુ ત્યારબાદ દલપતભાઈ અને બળવંતભાઈ નામનાં શખસ દ્વારા પોતાનો ફોન બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે એમના નવસારીના એડ્રેસ પર મહિલાઓ દ્વારા તપાસ કરતાં કોઇ મળ્યું ન હતુ. અંતે આ એક ફ્રોડનો ભોગ બનવાનું જાણતા રાનકૂવા પોલીસ સ્ટેશન પર અરજી કરવામાં આવી હતી. રાનકૂવા પોલીસ તપાસ કરી રહી છે. વધુમાં આ શખસો દ્વારા વાંસદા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં પણ આ જ રીતે મોટાપાયે રૂપિયાની ઉઘરાણી કરી અને કોઇ લોન કરી આપી નથી અને મોટા પાયે ફ્રોડ કર્યો હોવાની વ્યાપક ચર્ચા લોકમુખેથી ચર્ચાઈ રહી છે ત્યારે રાનકૂવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...