રેસ્ક્યુ:ખરોલીમાં દીપડાનું બચ્ચુ જાહેરમાં ફરતુ દેખાતા ભય, વન વિભાગે બચ્ચાંને પકડી સારવાર આપી

ચીખલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીખલી તાલુકાના ખરોલી ગામે દીપડાનું બચ્ચું જાહેરમાં ફરતું દેખાતા સ્થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે વન વિભાગે દીપડાના બચ્ચાને કબ્જે લઈ સારવાર કરાવી હતી.

ખરોલીના પહાડ ફળિયા વિસ્તારમાં ધોળીકૂવા-અનાવલ રોડ સ્થિત પ્રદીપ ધીરુભાઈ પટેલના ખેતરમાં જાહેરમાં દીપડાનું બચ્ચું ફરતું નજરે ચઢતા સ્થાનિકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. બચ્ચું ફરતું હોવાથી તે તેની માતાથી વિખૂટું પડ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી. અંદાજે 5-6 માસના દીપડાના નર બચ્ચાને વન વિભાગે કબજે લઈ સારવાર કરવી હતી. આ પૂર્વે વન વિભાગ દ્વારા બચ્ચાને તેની મા લઈ જાય તે માટે નિગરાણી રાખવામાં આવી હતી. દીપડાનું બચ્ચું મળી આવતા આ વિસ્તારમાં હજુ પણ બીજા દીપડા હોવાની આશંકા સેવાઈ રહી છે. ચીખલી તાલુકામાં હાલ શેરડીનું કટિંગ ચાલી રહ્યું હોય ખેતરો ખાલી થતા હવે દીપડાની અવર જવર ખુલ્લી જગ્યામાં જોવા મળશે. જોકે ચીખલી રેન્જના આરએફઓ એચ.એમ.વાઘેલા સહિતના સ્ટાફ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...